તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસજોલના ફૌજી વિક્રમ ઠાકોરનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બહુચરાજી: બહુચરાજી તાલુકાના આસજોલ ગામના વતની અને દિલ્હી ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા વિક્રમસિંહ બચુજી ઠાકોરનું બે દિવસ પહેલાં ફરજ દરમિયાન વીજકરંટથી અવસાન થયું હતું. જેમના પાર્થિવદેહને શુક્રવારે સવારે દિલ્હીથી અમદાવાદ એર એમ્બ્યુલન્સ દ્વારા અને ત્યાંથી વતન આસજોલ લવાયો, ત્યારે ભારત માતા કી જય, વિક્રમ ઠાકોર અમર રહો અને જબ તક સૂરજ ચાંદ રહેગા વિક્રમ તેરા નામ રહેગાના નારાથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.


પાર્થિવદેહને પહેલાં ઠાકોરવાસમાં વિક્રમસિંહના ઘરે લઇ જવાયો હતો, ત્યાંથી સવારે 9 વાગે ગામના ગાંધીચોકમાં  તેમના લવાયો ત્યારે લશ્કરી વિધિ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર અપાઇ હતી. ત્યાર બાદ  મૃતકના પિતા બચુજી સુરસંગજી, માતા દક્ષાબેન, પત્ની સંગીતાબેન, ભાઇ મેરુજી, બહેન આશાબેન સહિત પરિવારજનોઅે ભારે હૈયે પુષ્પાંજલી આપી હતી. સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઠાકોર, પૂર્વ ધારાસભ્યો રજનીભાઇ પટેલ અને રમેશભાઇ પટેલ, મામલતદાર બી.એસ.નાયક, પીએસઆઇ પંડ્યા, સરપંચ પ્રતાપજી ઠાકોર સહિત અનેક રાજકીય મહાનુભાવો, ઠાકોર સમાજના આગેવાનો, ગ્રામજનો વગેરેએ અશ્રુભરી આંખે પુષ્પાંજલી અાપી હતી.

 

અહીંથી નીકળેલી અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શાળાના બાળકો પણ સામેલ થયા હતા. ગામના સ્મશાનગૃહમાં લશ્કરી  સન્માન સાથે  અંતિમવિધિ સંપન્ન થઇ હતી. જેમાં સુબેદાર યોગેન્દ્રકુમાર, રાજવાન કે.આર, કિર્તી રાજપૂત, ફિરોજખાન, મહેશ પટેલ, હરેશ સાકરિયા, પરમાર અજયસિંહ, દેસાઇ કાનજીભાઇ, સન્નીભાઇ કોષ્ટીવગેરે જોડાયા હતા. વેપારીઓઅે સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....