અકસ્માત / રાધનપુર-મહેસાણા હાઈવે પર બોલેરો જીપ 50 ફૂટ ફંગોળાઈ, ચારના મોત

uttar gujarat news bolero jeep accident on radhanpur-mehsana highway, 2 died
X
uttar gujarat news bolero jeep accident on radhanpur-mehsana highway, 2 died

  • વરાણા મેળાથી પરત ફરતી વખતે વહેલી સવારે અકસ્માત સર્જાયો
  • મૃતકો પૈકી એક યુવાન રિક્ષા ચલાવી ગુજરાન કરતો હતો

DivyaBhaskar.com

Feb 12, 2019, 07:11 PM IST

પાટણ: રાધનપુર-મહેસાણા હાઈવે પર બોલેરો જીપ પલટી મારતા 50 ફૂટ ફંગોળાઈ હતી. જેમાં સવાર ચારના મોત નીપજ્યા હતા. 

 

(તસવીર અને અહેવાલ- મૌલિક દવે, પાટણ)

1. ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
મળતી માહિતી પ્રમાણે રાધનપુરના 4 મિત્રો વહેલી સવારે 4.30 વાગ્યે વરાણા મેળામાં દર્શન માટે ગયા હતા. ત્યાથી પરત ફરતી વખતે ડ્રાઈવરના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો જીપ પથ્થર સાથે ટકરાઈ હતી. જેથી જીપ 50 ફૂટ ફંગોળાઈ હતી. જેમાં ઠાકોર સમાજના ચાર મિત્રોના મોત નીપજ્યા હતા. 

મૃતકોના નામ

ભાવેશ કનુભાઈ ઠાકોર

મનોજ લગધીરભાઈ ઠાકોર

ભરત ભેમાભાઈ ઠાકોર

અરબાઝ અશરફખાન ઘાંચી

5. એક મૃતક રીક્ષા ચલાવતો હતો
અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવેશના કાકાના દીકરા મનુભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ મૃતકના પરિવારજનો રાજકોટ ખાતે રહીને મજૂરી કરીને જીવનનું ગુજરાન કરે છે. અને ભાવેશ અહીં એકલો રહીને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. બીજા મૃતક મનોજના પિતા લગધીરભાઈના જણાવ્યા મુજબ તેમના પરિવારજનો પણ કચ્છના રાપર ખાતે સગાવહાલાઓને મળવા માટે ગયા હતા, દીકરા મનોજ સાથે છેલ્લે રાત્રે નવ વાગે વાત થઇ હતી, અને હું હમણાં જ પરત આવું છું તેમ કહ્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી