સંમેલન / ઊંઝામાં ભાજપના ઉમેદવાર આશા પટેલને હરાવવા ભાજપના જ કાર્યકરોએ પ્રતિજ્ઞા લીધી

unjha bjp worker commit to defeat bjp candidate Asha Patel in bypoll

  •  ભાજપનાં અગ્રણીઓની સાથે 34 ગામના 4 હજાર લોકો સ્વયંભૂ હાજર રહ્યાં
  • આશા પટેલ સામે અસંતોષ જોવા મળતા ભાજપનાં નેતાઓ દોડતા થયા
  • ભાજપના સ્થાનિક આગેવાનોની હાજરીને પગલે આશા પટેલ સામે નવો પડકાર 

divyabhaskar.com

Apr 16, 2019, 11:38 AM IST

અમદાવાદઃ લોકસભાની સાથે સાથે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પણ ચાલી રહી છે. આ બેઠક પર ભાજપે નારણ પટેલનો વિરોધ હોવાછતાં કોંગ્રેસમાંથી આવેલા આશા પટેલને ટિકિટ આપી છે.પરંતુ સ્થાનિક ભાજપમાં આશા પટેલનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે ભાજપનાં જ કાર્યકરોએ આશા પટેલને હરાવવાની પ્રતિજ્ઞા લેતા ખળભળાટ મચી ગયો છે. ઉંઝાના કામલી રોડ પર નમેણ માતાજીનાં કેમ્પસમાં રવિવારે સાંજે યોજાયેલા સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ સહિતનાં ભાજપનાં અગ્રણીઓની સાથે 34 ગામના 4 હજાર લોકો સ્વયંભૂ હાજર રહ્યા હતા.

ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો
ભાજપનાં પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલની ઉસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં તમામ કાર્યકરોએ એક સૂરે આશા પટેલને ઘરભેગા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સંમેલનનાં સમાચાર સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા સહિત ભાજપનાં નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી.

સંમેલનમાં કોણ કોણ હાજર હતું ?

નારણ પટેલ (ભાજપનાં પૂર્વ ધારાસભ્ય) અને તેના પુત્ર ગૌરાંગ પટેલ (ચેરમેન, ઉંઝા એપીએમસી), મનુ પટેલ (પ્રમુખ,ઉંઝા તાલુકા ભાજપ), એચ.કે.પટેલ(પ્રમુખ,ઉંઝા શહેર ભાજપ), ખોડાભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, ઉંઝા નગરપાલિકા), નિલેશ પટેલ(મંત્રી, મહેસાણા જિલ્લા ભાજપ), કનુ પટેલ(પૂર્વ પ્રમુખ, ઉંઝા વેપારી મહામંડળ), સીતારામ પટેલ(પ્રમુખ, ઉંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન), ધનજી પાટીદાર (અગ્રણી, પાસ, ઉનાવા), વસંત કેપ્ટન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

કાકા વટ તો તમારો, ગદ્દારોનાં હાજાં ગગડ્યાં

રવિવારે સાંજે સંમેલન યોજાઈ ગયા બાદ ઉંઝા તેમજ મહેસાણા જિલ્લા રાજકીય અને સામાજિક ગૃપોમાં આ સંમેલન અંગે કોમેન્ટો સાથેના ફોટોગ્રાફ્સ વાઈરલ થયા હતા. જેમાં વટ છે કાકા વટ…, ઉંઝા વિધાનસભાનાં બધા કાર્યકર્તાનો પણ વટ…, હવે તો લાગે છે કે સામેવાળા (ગદ્દારો)ના હાજા ગગડી ગયા..જેવી કોમેન્ટો પણ ફોટોગ્રાફ્સ પર લખવામાં આવતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.

જૂના જનસંઘીએ હૈયાવરાળ ઠાલવતી પત્રિકા લખી

ઉંઝાના હરગોવનભાઈ નામના જૂના જનસંઘી કાર્યકરે ઉંઝા વિધાનસભાની વર્તમાન પરિસ્થિતિ પર પોતાની હૈયાવરાળ ઠાલવતી પત્રિકા લખી છે. આ પત્રિકા સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ હતી. જેમાં કાર્યકરે સંનિષ્ઠ કાર્યકરનાં બદલે ભાજપને ગાળો ભાંડનાર અને પક્ષપલટો કરનાર આશા પટેલને ટિકિટ આપવા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

X
unjha bjp worker commit to defeat bjp candidate Asha Patel in bypoll
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી