ઉ.ગુ.માં ગરમીનો પારો એક જ દિવસમાં 4 ડિગ્રી સુધી ગગડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં એક જ દિવસમાં ગરમીનો પારો સાડા ત્રણ ડિગ્રીથી ચાર ડિગ્રી સુધી ગગડતાં મહત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. બીજી બાજુ રાત્રીનો પારો વધ-ઘટ સાથે લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રીના વચ્ચે રહેવા પામ્યું હતું. જેને લઇ દિવસે પડતી ગરમીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં બુધવારે સવારે 10 વાગ્યા સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

 

આ દરમિયાન એક જ રાતમાં મહત્તમ તાપમાનમાં સાડા ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ધીમે ધીમે તાપમાન સામાન્ય બની રહ્યું છે. ગરમીમાં સામાન્ય ઘટાડો થતાં સમી સાંજે પણ ઠંડીની અસર જોવા મળી હતી. પારો ગગડતાની સાથે મહેસાણાનું સૌથી ઓછું 27.1 ડિગ્રી, જ્યારે સૌથી વધુ સાબરકાંઠાનું 27.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ લઘુત્તમ તાપમાનમાં થયેલા સામાન્ય વધ-ઘટ વચ્ચે મહેસાણા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, જ્યારે બનાસકાંઠા 15.2 ડિગ્રી સાથે સૌથી ઉચ્ચું તાપમાન રહ્યું હતું.

 

ઉ.ગુ.માં 7 વર્ષનું ઊંચું મહત્તમ તાપમાન

 

 

વર્ષતાપમાન
201130 થી 30.6 ડિગ્રી
201227 થી 27.7 ડિગ્રી
201329 થી 30.5 ડિગ્રી
201429.2 થી 31.0 ડિગ્રી
201529.8 થી 30.2 ડિગ્રી
201632.0 થી 33.8 ડિગ્રી
201732.5 થી 33.5 ડિગ્રી

 

ઉ. ગુ.નું તાપમાન

 

જિલ્લોમહત્તમલઘુત્તમ
મહેસાણા27.1 ડિગ્રી13.0 ડિગ્રી
પાટણ27.4 ડિગ્રી14.5 ડિગ્રી
બ.કાંઠા27.3 ડિગ્રી15.2 ડિગ્રી
સા.કાંઠા27.9 ડિગ્રી14.6 ડિગ્રી
અરવલ્લી27.4 ડિગ્રી14.0 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...