મહેસાણાની ગણપતનગરની યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાના ગણપતનગરમાં રહેતી યુવતીએ પંખા પર દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઈ છે.જો કે યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે.  શહેરના વિકાસનગર પાટિયા નજીક આવેલા ગણપતનગરના મકાન નંબર 8 માં રહેતી 21 વર્ષિય કવિતાબેન દિનેશજી ઠાકોર સવારે 6.15 કલાકે છતના પંખે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોતાં પરિવાર હેબતાઇ ગયો હતો. ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.તેમજ પોલીસે કવિતાબેનના  મૃતદેહને કબજે લઇ પીઅેમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.યુવતીના આત્મહત્યાનું રહસ્ય અકબંધ રહ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...