વર્ષમાં બે જ વાર જોવા મળે છે આ નજારો, સૂર્યમંદિર ગુલાબી કિરણોથી ઝળહળ્યું

વર્ષમાં માત્ર 2 દિવસ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે જ આવી ઘટના બને છે, સૂર્ય સૂર્યમંદિરની બરાબર મધ્યમાં 90 ડિગ્રીએ ઉગે છે

Harshad Patel

Harshad Patel

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 06:34 PM
sun temple pink lighting in modhera

મોઢેરા/ મહેસાણા: મોઢેરાનું સુર્યમંદિર આજે બુધવારે 21મી માર્ચે સૂર્યના ગુલાબી કિરણોથી ઝળહળી ઉઠ્યું હતું. આવી અદ્ભુત અને વિરલ ઘટના વર્ષમાં માત્ર 2 જ વાર વર્ષમાં બને છે. તે પણ માત્ર 2 દિવસ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે જ. આ બંને દિવસે સૂર્ય મોઢેરા સૂર્યમંદિરની બરાબર મધ્યમાં 90 ડિગ્રીએ ઉગે છે. આજે સવારે 6:51થી 7:12 મિનટ સુધી આ દિવ્ય નજારો જોવા મળ્યો હતો.


આવી છે માન્યતા


એવું માનવામાં આવે છે કે, મંદિરની મુખ્ય મૂર્તિ સોનાની હતી અને તેના ભાલ પ્રદેશમાં ત્રીજી આંખની પાસે વિશાળ હીરો હતો. સમ પ્રકાશીયના બે દિવસ 21મી માર્ચ અને 23 સેપ્ટેમ્બરના દિવસે સૂર્યના સોનેરી કિરણો સમગ્ર મંદિરને પ્રકાશિત કરે છે. પરંતુ કમનસીબે આજે અહીં સૂર્ય ભગવાનની મૂર્તિ નથી. એવું કહેવાય છે કે, મુસ્લિમ શાસકો મહંમદ ગજનબી અને અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ મંદિરનો ખજાનો લૂંટવા મંદિરનો વિધ્વંસ કર્યો હતો. આ સમયે સૂર્ય ભગવાનની મૂર્તિને બચાવવા સ્થાનિક લોકોએ ક્યાંક ઝુપાવી દીધી હતી. જોકે, હાલમાં તે ક્યાં છે તે કોઇ જાણતું નથી.

આગળની સ્લાઈડ્સ શું કહે છે પુરાતત્વવિદ (તસવીરો: હર્ષદ પટેલ, મહેસાણા/મોઢેરા)

સૂર્યનો તિરંગા સાથે મંદિરમાં પ્રવેશ
સૂર્યનો તિરંગા સાથે મંદિરમાં પ્રવેશ
sun temple pink lighting in modhera

શું કહે છે પુરાતત્વવિદ

 

મોઢેરાના પુરાતત્વવિદ ઇમરાન મનસુરીએ જણાવ્યું હતું કે સૂર્યમંદિર કર્કવૃત ઉપર આવેલું છે.
 આ મંદિર કર્કવૃત રેખા ઉપર બંધાયેલું છે અને તે ભગવાન સૂર્યને ડેડીકેટ છે. મંદિરની રચના જ એવી રીતે કરવામાં આવેલી છે કે શરદ અને વસંત ઋતુમાં સૂર્યના કિરણો સભામંડપને વિંધીને બરાબર ગર્ભગૃહમાં પડે એને શરદસંપાત અને વસંતસંપાત કહેવામાં આવે છે.
 

આગળની સ્લાઈડ્સ મોઢરાનું સૂર્યમંદિર ભીમદેવે બંધાવ્યું હતું

sun temple pink lighting in modhera

મોઢરાનું સૂર્યમંદિર ભીમદેવે બંધાવ્યું હતું


આ મંદિર પાટણના રાજવી ભીમદેવ સોલંકીએ ઇ.સ. 1026-27માં બંધાયુ હતું. ભારતભરમાં ત્રણ મુખ્ય સૂર્યમંદિર છે. જેમાં કાશ્મીરના અનંતનાગનું સૂર્યમંદિર,ઓડીશાના કોણાર્કનું સૂર્યમંદિર અને ગુજરાતના મોઢેરાનું સૂર્યમંદિર. કર્કવૃત રેખા પર આવેલું આ સૂર્યમંદિર સામાકાંઠાના કોણાર્કના સૂર્યમંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે.

 

આગળની સ્લાઈડ્સ સૂર્યમંદિરની મૂર્તિ 6 ફુટ ઉંચી

sun temple pink lighting in modhera

સૂર્યમંદિરની મૂર્તિ 6 ફુટ ઉંચી


મોઢેરા સૂર્યમંદિરની મૂર્તિ 6 ફુટ ઉંચી હતી. આજ મુર્તિ હાલમાં વડનગરના મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં જોવા મળે છે. બીજી એક મૂર્તિ પાટણના પંચાસર ગામે દેસાણવાસમાં પણ મોજુદ છે. વડનગરની જ મૂર્તિ મોઢેરાની હોવાનું કહેવાય છે તે અંગે સંશોધન કરવા અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૂચન પણ કર્યુ હતું.

sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
X
sun temple pink lighting in modhera
સૂર્યનો તિરંગા સાથે મંદિરમાં પ્રવેશસૂર્યનો તિરંગા સાથે મંદિરમાં પ્રવેશ
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
sun temple pink lighting in modhera
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App