ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યોગ્ય સંકલન ન હોઇ પરા તળાવનો વિકાસ લંબાયો

રૂ. 3.50 કરોડનું કામ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:42 AM
Stretching Development Of Para Lake, Do Not Proper Integration Between BJP And Congress

મહેસાણા: પરા તળાવને ડેવલપ કરી પિકનિક પોઇન્ટ બનાવવા 10 વર્ષથી મથામણ છતાં શહેરીજનોને નયનરમ્ય તળાવ જોવા મળ્યું નથી. અઢી વર્ષથી કોંગ્રેસ શાસિત પાલિકા દ્વારા તળાવ બ્યુટીફીકેશન માટે રૂ. 3.50 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. પરંતુ આગામી જુન સુધીની સમય મર્યાદામાં કામ પૂર્ણ થઇ શકે તેમ નથી. આ પહેલાં પાલિકામાં ભાજપ સત્તામાં હતો, ત્યારે પણ ડેવલપેમન્ટ મંથરગતિએ જ રહ્યું હતું.


તળાવ બ્યુટીફીકેશન કરવા ત્રણ એજન્સીને કામ સોંપાયું. જેની સમયમર્યાદા પૂર્ણ થવા આડે ત્રણ મહિના બાકી છે, પણ કામ પૂરું થાય તેમ જણાનું નથી. ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વિકાસના કામોમાં એક તાંતણે નહીં રહેતાં કામ મંથરગતિએ રહ્યું છે. વોર્ડ નં. 11ના મહિલા સદસ્યાને કામ અંગે પૂછતાં કહ્યું કે ખબર નથી. તો બીજા મહિલા સદસ્યાના પુત્રએ કહ્યું અમારા વોર્ડમાં નહીં વોર્ડ 2માં આવે છે.

સંકલનના અભાવે તળાવ ડેવલપમેન્ટ વગર રહ્યું


વોર્ડ નં.11ના કોર્પોરેટર કનુભાઇ પટેલે જણાવ્યું કે, તળાવના વિકાસમાં ભાજપ, કોગ્રેસ બંને પક્ષે સંકલન નથી. વર્ષોથી કરોડો ખર્ચાયા પણ હજુ ડેવલપમેન્ટ વગરનું રહ્યું છે. ધીમીગતિએ કામ થાય છે. સામુહિક ભેગા થાય તો તળાવ ડેવલપમેન્ટ ઝડપી થઇ શકે તેમ છે. દોઢ વર્ષથી શૌચાલય બનાવાવ કહ્યું છે, પણ તળાવે હજુ શૌચાલયનાં ઠેકાણાં નથી. - કનુભાઇ પટેલ

જીએસટીમાં બે મહિના કામ મોડું ચાલું થયું


જુલાઇ-2017માં ત્રણ એજન્સીને પરા તળાવ બ્યુટીફીકેશનનું કામ સોંપાયું એ વખતે જ જીએસટી અને ચોમાસામાં એજન્સીઓએ બે મહિના કામ જ શરૂ કર્યુ નહોતું. હોળીમાં મજૂરો રજા પર જતા રહ્યા પછી હાલમાં કામ ચાલુ છે. બાંધકામને લગતું 80 ટકા કામ પૂર્ણ થયું છે તેમ પાલિકા પ્રમુખ રઇબેન પટેલે જણાવ્યું હતું.

X
Stretching Development Of Para Lake, Do Not Proper Integration Between BJP And Congress
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App