Home » Uttar Gujarat » Latest News » Mehsana » raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge

કડી: રાજુ રબારીની હત્યાના વિરોધમાં રેલી, પોલીસ પર પથ્થરમારો થતાં કર્યો લાઠીચાર્જ, છોડ્યા ટિયરગેસના સેલ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 05:13 PM

રાજુ રબારીની થયેલી હત્યાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા અમદાવાદ-મહેસાણા હાઈવે પર રેલી યોજવામાં આવી હતી

  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    રેલીમાં રહેલા તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો જવાબમાં રેલીમાં હાજર રહેલી પોલીસે માલધારીઓ પર લાઠીઓ વરસાવી

    કડી: રાજપુર પાસે ગત 25 જુલાઇએ ખેરપુરના રાજુ રબારીની થયેલી હત્યાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા અમદાવાદ-મહેસાણા હાઈવે પર રેલી યોજવામાં આવી હતી. અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઈવે પર રેલીને પગલે બ્લોક થઈ ગયો હતો. રેલી સ્થળે ટોળું બેકાબૂ થયું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેને કાબૂમાં લેવા માટે સ્થળ પર હાજર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

    નંદાસણ પોલીસને આવેદન આપવા જતી હતી જંગી રેલી


    રાજપુર પાસે આવેલી હોટલ કલાપી પાસે માલધારી સમાજ એકત્રિત થયો હતો. ત્યારબાદ ત્યાં હાજર આગેવાનોએ સમાજના લોકોને સંબોધ્યા હતા અને માંગ કરી હતી કે હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. સાથે જ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી તેવી માંગ સાથે હોટલ કલાપીથી નંદાસણ પોલીસ સ્ટેશન સુધી માલધારી સમાજે રેલી યોજી જઈ રહ્યો હતી. રેલી પોલીસ સ્ટેશને પૂરી કરીને પોલીસને આવેદન આપવાનો હતો.


    રેલી બની હિંસક


    રેલી પોલીસની હાજરીમાં યોજાય રહી હતી. દરમિયાન રેલીમાં રહેલા તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં રેલીમાં હાજર રહેલી પોલીસે માલધારીઓ પર લાઠીઓ વરસાવી હતી. પરંતુ બેકાબૂ બનેલા ટોળા પોલીસને ગાંઠતા ન હોવાનું લાગતાં ટીચરગેસના સેલ છોડીને વિખેર્યા હતા.


    6ઠ્ઠી ઓગસ્ટે પણ યોજી હતી રેલી, પછી આપ્યું હતું આવેદન


    સોમવારે રેલી બાદ 10 માંગણીઓ સાથેનું આવેદન પત્ર કલેક્ટરને આપ્યું હતું અને યોગ્ય પગલાં નહીં ભરાય તો 20 દિવસ બાદ અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. માલધારી સમાજના લોકો અરવિંદ બાગથી સૂત્રોચ્ચાર સાથે રેલીરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. આગેવાન જીતુ રાયકા સહિતે ઘટનાને પગલે સમાજમાં ભારે આક્રોશ હોઇ સીબીઆઇ તપાસ થાય તેવી અમારી માંગણી છે તેમ કહી કચેરી નીચે મોટી સંખ્યામાં લોકો હાજર હોઇ આવેદન લેવા નીચે આવવા કરેલી વિનંતીને પગલે અધિક કલેક્ટર હર્ષદ વોરાએ નીચે આવીને આવેદન પત્ર સ્વીકાર્યું હતું.


    4ની અટકાયત, 11 સામે હત્યાના પ્રયાસનો ગુનો


    હત્યાની ઘટના બાદ પોલીસે કુરેશી રાજુ, કુરેશી ભીખુમીયા, કુરેશી ઇકબાલ મીયા, વિજય રાણા અને મલેક મોન્ટુમીયાની શંકાના આધારે અટકાયત કરી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બેસાડી દેવાયા હતા. ઇન્દ્રાડના ઇમ્તિયાઝમીયા સુજાતમીયાએ નંદાસણ પોલીસ મથકમાં 11 વ્યક્તિઓ સામે ફરિયાદ આપી હતી કે, કથિત આરોપીઓએ કહેલ કે, તું ઇશ્વર રબારીની છોકરીને ભગાડી લઇ જવાની વાત કરતો હતો માટે તને જાનથી મારી નાખવો છે તેમ કહીને તલવાર અને હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમને રાજુભાઇ ગાંડાભાઇ રબારી, કમશીભાઇ ગાંડાભાઇ રબારી, મોતીભાઇ ગાંડાભાઇ રબારી, રાજુભાઇ ગાંડાભાઇનો ડ્રાઇવર, લલ્લુભાઇ ગોવાભાઇ રબારી, લલ્લુભાઇ રબારીનો ભાઇ લાલો, ઇશ્વરભાઇ રબારી, સુનિલભાઇ રાવળ, ભગાજી ભુરાજી અને અન્ય બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો હતો.

    બાવળા: એક જ કોમના બે વ્યક્તિના અંગત ઝગડાને જુદું રૂપ આપતાં વીડિયો વાયરલ કરનારની ધરપકડ

  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    બેકાબૂ બનેલા ટોળા પોલીસને ગાંઠતા ન હોવાનું લાગતાં ટીચરગેસના સેલ છોડીને વિખેર્યા
  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજપુર પાસે ગત 25 જુલાઇએ ખેરપુરના રાજુ રબારીની હત્યા થઈ હતી
  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજપુર પાસે આવેલી હોટલ કલાપી પાસે માલધારી સમાજ એકત્રિત થયો હતો
  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હોટલ કલાપીથી નંદાસણ પોલીસ સ્ટેશન સુધી માલધારી સમાજે રેલી યોજી જઈ રહ્યો હતો
  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજપુર પાસે આવેલી હોટલ કલાપી પાસે માલધારી સમાજ એકત્રિત થયો હતો
  • raju rabari murder opposite maldhari community rally violence police take action fired tear gas cell and lathicharge
    હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. સાથે જ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી તેવી માંગ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ