ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Mehsana» NRI seeks 25 lakh dowry with a married woman

  NRIને પરણેલી યુવતીને 25 લાખ દહેજ લાવવા ઇન્કાર કરતાં કાઢી મુકી

  Bhaksar News, Mehsana | Last Modified - Mar 24, 2018, 12:44 AM IST

  ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છુપાવી લગ્ન કર્યા
  • NRIને પરણેલી યુવતીને 25 લાખ દહેજ લાવવા ઇન્કાર કરતાં કાઢી મુકી
   NRIને પરણેલી યુવતીને 25 લાખ દહેજ લાવવા ઇન્કાર કરતાં કાઢી મુકી

   પ્રતિકાત્મક તસવીર

   મહેસાણા: માત્ર 6 દિવસમાં ઘડિયાં લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયેલા અમદાવાદના યુવકે યુવતીના વિઝાના બહાને રૂ.12 લાખ પડાવ્યા બાદ પોતાને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું કહી છુટાછેડાની માંગણી કરી હતી. મહેસાણામાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા વેપારીએ ગઇ 1લી ફેબ્રુઆરી, 2016ના રોજ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી અને અમદાવાદમાં સીંધી સખર પંચાયતના પ્રમુખ કિશોરકુમાર છાબરીયાના પુત્ર વિકાસના લગ્ન માટે વર્ષાનો સંપર્ક કર્યો હતો. જેમાં સગાઇ, લગ્નના ખર્ચ અને વિઝા માટે ક્રિપાલદાસે કુલ રૂ.12 લાખ અને ભેટ સોગાદો આપી હતી. લગ્ન બાદ વિકાસ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો.


   29 નવેમ્બર, 2016માં ઓસ્ટ્રેલિયાથી આવેલો વિકાસ એક મહિનો સાથે રહેવા છતાં લગ્નના હકો ભોગવવાનું ટાળી દહેજ પેટે રૂ.25 લાખ લઇ આવવાની માંગણી કરતો હતો. યુવતીએ પિયરથી નાણાં લાવવાનો ઇન્કાર કરતાં તે પુન: ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો અને 6 મહિના પછી ફોન કરીને પોતાને ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે સંબંધ હોવાની વાત કરી આ લગ્ન માત્ર નાણાં માટે જબરજસ્તીથી થયા હોવાનું કહી ઓસ્ટ્રેલિયા લઇ જવાનો ઇન્કાર કર્યો હતો. બીજીબાજુ રૂ.25 લાખના દહેજ માટે તેણીને ઘરમાંથી તગેડી મૂકી હતી.


   આખરે તેમણે મહેસાણા ચીફ કોર્ટમાં અમદાવાદમાં રહેતા વિકાસ કિશોરકુમાર છાબરીયા, કિશોર જયરામદાસ છાબરીયા, મીતા કિશોરભાઇ છાબરીયા, નિરજ કિશોરભાઇ છાબરીયા, દીયા નિરંજનભાઇ છાબરીયા સહિત 10 વ્યક્તિઓ સામે ફરિયાદ આપી હતી. જેમાં જજ મુકેશ વિનોદરાય પંડ્યાએ ફરિયાદ રજીસ્ટર કરી 3 સાસરિયાં સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NRI seeks 25 lakh dowry with a married woman
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `