મહેસાણામાં પાટીદારોએ રાહુલ ગાંધીનું પૂતળુ બાળ્યું, અનામત મુદ્દે કોંગ્રેસ હાય-હાયના સુત્રોચ્ચાર કર્યા

Mehsanas Patidar Burns Rahul Gandhis Statue, And Protest For Reservation
Mehsanas Patidar Burns Rahul Gandhis Statue, And Protest For Reservation
Mehsanas Patidar Burns Rahul Gandhis Statue, And Protest For Reservation

DivyaBhaskar.com

Sep 10, 2018, 12:30 PM IST

મહેસાણા: મહેસાણાના બાયપાસ રોડ પાંચોટ સર્કલમાં 20 યુવાનોના ટોળાએ કોંગ્રેસ હાય હાયના સુત્રો પોકારીને પૂતળાદહન કર્યું હતું. જેને લઇને તાલુકા પોલીસ સ્થળ પર દોડી જઇ 4 યુવાનોને પકડીને 20 માણસોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. યુવાનોએ કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી અંગે આવેદન અને રજૂઆત કરે છે, પણ પાટીદાર મુદે ઠોસ રજૂઆત ન કરતા રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે પાસ તરફથી આવો કોઇ કાર્યક્રમ અપાયો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અનામત અંગે કેમ બોલતા નથી ? : 4 ને પકડ્યા, 19 સામે ગુનો
પૂતળાદહન મામલે મહેસાણા તાલુકા પોલીસે જીગર મીઠાભાઇ પટેલ શ્યામશરણ બંગ્લોઝ મહેસાણા, સંદિપ જયંતિભાઇ પટેલ કંથરાવી, પ્રતિક મહેન્દ્રભાઇ પટેલ પાંચોટ અને કરણ રાજુભાઇ પટેલ બી સ્મૃતિ ફ્લેટ મહેસાણાને પકડી લીધા હતા. જ્યારે અન્ય ભાગી ગયા હતા. આ ચાર તેમજ બીજા 15 જણા સામે પૂતળાદહન કરી જાહેરનામા ભંગની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

X
Mehsanas Patidar Burns Rahul Gandhis Statue, And Protest For Reservation
Mehsanas Patidar Burns Rahul Gandhis Statue, And Protest For Reservation
Mehsanas Patidar Burns Rahul Gandhis Statue, And Protest For Reservation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી