તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાની તસ્નિમ અંડર 15 બેડમીન્ટનમાં એશિયન ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: અંડર 15માં એક મહીના પહેલા મહેસાણાની તસ્નિમ મીરે નેશનલ ચેમ્પિયનશીપ હાંસલ કરીને ઇન્ડીયન ટીમમાં સ્થાન મેળવ્યા બાદ મ્યાનમારામાં રમાયેલ એશીયન દેશોની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમથી ઝપલાવ્યુ હતું.જેમાં ડબલ્સમાં તસ્નિમ અને મેધનાની જોડીએ ફાઇનલમાં કોરીયાની જોડીને માત આપીને એશીયન ચેમ્પિયનશીપ હાંસલ કરી મહેસાણા, ગુજરાત અને દેશમાં બેડમિન્ટનક્ષેત્રે ર્કિર્તીમાન સ્થાન અંકીત કર્યુ છે.

 


મ્યાનમારમાં  3 થી 7 ઓક્ટોબર દરમ્યાન બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ હતી.જેમાં એશીયાના તમામ દેશોના ખેલાડીઓને ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં અંડર 15 ડબલ્સમાં ભારતની તસ્નિમ મીર (મહેસાણા) અને મેઘના(તેલગંણા)ની જોડીએ એશીયન હરીફ દેશોના સ્પર્ધકોને પછડાટ આપીને રવિવારે બપોરે ફાઇનલ મુકાબલામાં પહોચી હતી.જેમાં કોરીયા સાથે ટક્કરમાં તસ્નિમની જોડીએ 23/21 અને 21/18 થી કોરીયાની ટીમ સામે વિજય હાંસલ કર્યો હતો. મહેસાણામાં સાર્વજનિક વર્ધમાન અંગ્રેજી માધ્યમ સ્કુલમાં ધો-8માં અભ્યાસ કરતી તસ્નિમને તેના કોચ પિતા ઇરફાનભાઇ નાનપણથી જ બેડમિન્ટનની પ્રેકટીસ કરાવતા આવ્યા છે.

 

 

પોલીસ કર્મી અને બેડમિન્ટન કોચ ઇરફાન મીરે કહ્યુ કે, એશીયાના બધા દેશોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.જેમાં તસ્નિમ અંડર 15માં ચેમ્પિયન બની છે. એક મહિના અગાઉ નાગલપુર અને પછી હૈદરાબાદમાં નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયનસીપ હાંસલ કરીને રેન્કર બનતા ઇન્ડીયન ટીમમાં સ્થાન મેળવીને એશીયાડ ટુર્નામેન્ટમાં ઝપલાવ્યુ હતું.જેમાં રવિવારે ડબલ્સમાં ફાઇનલ મુકાબલો જીતે એશીયન ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...