Home » Uttar Gujarat » Latest News » Mehsana » Knife Attack On Teacher Called For A Compromise In Vadnagar

મેતામાં સમાધાન માટે બોલાવી શિક્ષકના પેટમાં છરી હુલાવી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:02 AM

યુવકને ગામ બહાર લઇ જઇને મારમારી રૂ. 10 હજારની લૂંટ ચલાવી, 11 શખસો સામે ફરિયાદ

  • Knife Attack On Teacher Called For A Compromise In Vadnagar

    વડગામ: વડગામ તાલુકાના મેતા ગામે શુક્રવારની રાત્રે સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામના અને પીરોજપુરા ગામની શાળાના શિક્ષક ને અગાઉના ઝઘડાના સમાધાન કરવાના બહાને બોલાવી બહારગામ લઈ જઈ 11 શખસોએ તલવાર, છરાથી હુમલો કરી જાતી અપમાનિત કરી કારના કાચ તોડી ભાગી ગયા હતા.


    મૂળ સિદ્ધપુર તાલુકાના મુડાણાના વતની અને હાલમાં પીરોજપુરાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઇ મનસુખભાઇ પરમારને મેતાના લઘુમતી સમાજના શખ્સો સાથે અગાઉની ફરિયાદને લઇ માથાકૂટ ચાલતી હતી. જેથી લઘુમતી સમાજનાં શખસોએ વિનોદભાઇને સમાધાન માટે મેતા બોલાવી કહેલ કે હાલમાં અહીં વસ્તી વધારે છે તો મેળ નહિ પડે તમે છાપી તાજ હોટલ ઉપર આવો જેથી અમો રવાના થયા હતા.

    પરંતુ એક કિલોમીટર દૂર છાપી રોડ ‎ઉપર ગામના ગુલામ ઉર્ફે માર્સલ નૂરમદ નંદોલીયા, ઇસ્માઇલ ગુલમહમદ સુણસરા તથા અસામદી નૂરમહમદ હબીબભાઈ પલસાણીયા, અબ્બાસ અસામદી (હોટલ માઇલસ્ટોનવાળા), ઈમદાદ અલી ઈમ્તિયાઝ અલી પલસાણીયા, અબ્બાસ રસુલ જીવા પલસાણીયાઅને અજગરભાઈ (લાઈફલાઈન મેડીકલવાળા) તેમજ અન્ય ચાર જણા જીપ તેમજ બે મોટર સાયકલ ઉપર આવી વિનોદભાઇ અને તેમના મિત્ર મુસ્તુફાને ઉભા રાખી તેમની પાસેના છરા, તલવાર ધોકા અને લાકડીઓ લઈ વિનોદભાઇને જાતી અપમાનિત કરી કાપી નાખવાની ધમકી આપી ગુલામ માર્શલે છરો કાઢી તેઓની છાતી ઉપર મારી લોહી લુહાણ કરી દીધો હતો.જ્યારે ઇસ્માઇલ સુણસરાએ પેટમાં તલવાર મારી સોનાની ચેન અને ખિસ્સામાંથી 10,580 રૂપિયા પણ લૂંટી લીધા હોવાનું શિક્ષકે જણાવ્યું હતું.

    11 શખસ સામે ગુનો

    1.ગુલામ ઉર્ફે માર્સલ નૂરમદ નંદોલીયા
    2.ઇસ્માઇલ ગુલમહમદ સુણસરા
    3.અસામદી નૂરમહમદ હબીબભાઈ પલસાણીયા,
    4.અબ્બાસ અસામદી (હોટલ માઇલસ્ટોનવાળા)
    5.ઈમદાદ અલી ઈમ્તિયાઝ અલી પલસાણીયા
    6.અબ્બાસ રસુલ જીવા પલસાણીયા
    7.અજગરભાઈ (લાઈફલાઈન મેડીકલવાળા) સહિત અન્ય ચાર શખસો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ