41.2 ડિગ્રી સાથે ઇડર ઉ.ગુજરાતનું સૌથી ગરમ શહેર, મહેસાણામાં પારો 39 ડિગ્રી

હજુ ત્રણ દિવસ ગરમીનો કહેર યથાવત રહેશે : હવમાન વિભાગ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 12:20 AM
Idar with 41.2 degree, North Gujarats hottest city, Mehsana 39 degree

પ્રતિકાત્મક તસવીર

મહેસાણા- હિંમતનગર: સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિવારે સાબરકાંઠાના ઇડરમાં આંશિક વધારા સાથે 41.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જોકે, બાકીના ચારેય જિલ્લામાં તાપમાનમાં થયેલા આંશીક ઘટાડા વચ્ચે ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જોકે, આગામી ત્રણેક દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત રહેશે તેવું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.


સાબરકાંઠાના ઇડરમાં ગરમીનો પારો આંશિક ઉચકાતાં 41.2 ડિગ્રી સાથે રવિવારે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. બાકીના ચારેય જિલ્લામાં ગરમીનો પારો આંશીક ગગડતાં બનાસકાંઠામાં 39.7 ડિગ્રી, મહેસાણામાં 39.0 ડિગ્રી, પાટણમાં 39.2 ડિગ્રી અને અરવલ્લી જિલ્લામાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી 4 એપ્રિલ સુધી ગુજરાતમાં હીટ વેવની અસર જોવા નહી મળે.

X
Idar with 41.2 degree, North Gujarats hottest city, Mehsana 39 degree
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App