આંગડિયા લૂંટ / લૂંટ/ લૂંટારુંઓએ ST બસ હાઈજેક કરી મહેસાણા હાઈવે પર 3 આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટ્યા

લૂંટારુઓ બસમાં મુસાફરોના સ્વાંગમાં ચડીને લૂંટ ચલાવી હતી
લૂંટારુઓ બસમાં મુસાફરોના સ્વાંગમાં ચડીને લૂંટ ચલાવી હતી

DivyaBhaskar.com

Dec 07, 2018, 12:18 PM IST

* ડીસાથી બસમાં નિયતક્રમ અનુસાર આંગડિયા કર્મીઓ અમદાવાદ આંગડિયું આપવા જતા હતા
* ગુજરાત એસટીની બસમાં લૂંટ ચલાવાઈ હોય તેવો ગુજરાતનો પહેલો બનાવ
* બસ લૂંટીને લૂંટારુ અન્ય વાહનમાં ફરાર થઈ ગયા

મહેસાણા: હાઈવે પર વોટરપાર્ક નજીક સાંજે 6.15 વાગે એસટી બસને હથિયારબંધ લૂંટારુએ હાઈજેક કરી હતી. ડ્રાઈવરના લમણે રિવોલ્વર મૂકીને બસ રોડની સાઈડમાં ઊભી રખાવીને 3 આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 5 થેલા લૂંટી 10 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. પરંતુ આ લૂંટ 1 કરોડથી વધુની હોઈ શકે છે.


બસને લૂંટવાનો પહેલો બનાવ


- એચ પ્રવિણચંદ્ર, જયંતિ સોમા અને વસંત અંબાલાલના આંગડિયા કર્મીઓને માર મરાયો
- ત્રણેય ડીસાથી બેઠા હતા અને અમદાવાદ નિત્યક્રમ મુજબ આંગડિયું આપવા જતા
- પાલનપુર/અમદાવાદ (જીજે 18 ઝેડ 4335)માં ઉનાવાથી 8 શખ્સો હથિયાર સાથે ચડ્યા
- હીરા, સોના ચાંદી અને રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી
- જીજે 18 BA 5087માં લૂંટારું ફરાર થયા
- બસ મુસાફરે નિવૃત્ત PSI પિતાને ફોન કરીને ઘટનાની જાણ કરી
- તેમણે કંન્ટ્રોલ રૂમ જાણ કરતાં જિલ્લા પોલીસના કંન્ટ્રોલરૂમમાં લૂંટનો મેસેજ થતાં જિલ્લાભરમાં નાકાબંધી
- 10 લાખની લૂંટની ઊંઝાના વિષ્ણ પટેલે ફરિયાદ નોંધાવી

X
લૂંટારુઓ બસમાં મુસાફરોના સ્વાંગમાં ચડીને લૂંટ ચલાવી હતીલૂંટારુઓ બસમાં મુસાફરોના સ્વાંગમાં ચડીને લૂંટ ચલાવી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી