કડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, અંગત અદાવતમાં ફાયરિંગ; પોલીસ ઘટનાસ્થળે

પોલીસને ઘટનાસ્થળ પરથી કારતુસ મળી આવી
પોલીસને ઘટનાસ્થળ પરથી કારતુસ મળી આવી
બે જૂથ વચ્ચેની તકરારમાં એક શખ્સ ઘાયલ
બે જૂથ વચ્ચેની તકરારમાં એક શખ્સ ઘાયલ
લોકોના ટોળા એકઠા થયા
લોકોના ટોળા એકઠા થયા
અથડામણમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ
અથડામણમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ
બંને પક્ષોએ સામ-સામે પથ્થરમાર્યો કર્યો
બંને પક્ષોએ સામ-સામે પથ્થરમાર્યો કર્યો
Group Clashes At Kadi, One Injured In Firing, Police Reached On The Spot

DivyaBhaskar.com

Sep 12, 2018, 03:47 AM IST

મહેસાણા: કડીના કસ્બામા અગાઉના ઝઘડાની ફરીયાદના સાક્ષીને કેસમાથી હટી જવા મામલે ધાક ધમકીઓ આપી સોમવારે રાતે તેના પુત્ર પર હુમલો કર્યો હતો જેની અદાવત રાખીને ટોળાએ મહિલા નગરસેવિકાના ઘર પર હુમલો કરી નગરસેવિકાને ઈજા પહોંચાડી ઘરમા તોડફોડ કરતા મામલો તંગ બન્યો હતો.ગત રાતે થયેલ ઝઘડાની અદાવત રાખીને મંગળવારે બપોરે મહિલા નગરસેવિકાના પુત્ર પર તલવાર હુમલો થયા બાદ બંન્ને ગેંગ આમને સામને આવી જઈ પથ્થરમારો કરી ફાયરીંગ કર્યુ હતુ.જેમા એકને માથામા છરો વાગ્યો હતો.બનાવને પગલે ડીવાયએસપી, એલસીબી સહિત કડી, નંદાસણ, બાવલુ, સાંથલ પોલિસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો.

અગાઉની ફરિયાદના સાક્ષીને કેસમાંથી હટી જવાનું કહી તલવાર લઇ તૂટી પડ્યા, પથ્થરમારો

કડીના કસ્બા વિસ્તારમા અગાઉ કસાઈ જાડી સહિતના વિરૂદ્ધમા ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમા સાક્ષી તરીકે ઘાંચી ઈરફાનભાઈ હોઈ તેમને કેસમાથી હટી જવા અથવા હટાવવા માટે કસાઈઓ છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યા છે. સોમવારે સાંજે 7 વાગે ઈરફાનભાઈનો પુત્ર મહંમદ કુરકાન તીનબત્તી પાસેથી દવાની દૂકાને જઈ રહ્યો હતો. ત્યારે એક કેટા ગાડીમા ચાર શખ્સો હાથમા તલવાર, ધોકા સાથે ઉતરી પડી અચાનક તારા બાપને કેસમાથી સાક્ષી તરીકે હટી જવાનુ કહેવા છતા કેમ હટી જતા નથી. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. જેની અદાવત રાખીને ઘાંચીઓના ટોળાએ મહિલા નગરસેવિકા શેખ નફીસાબાનુના ઘર પર હુમલો કરી તેને ઈજા પહોંચાડવાના બનાવ સંદર્ભે કડી પોલિસે મોડી રાતે ઘાંચી મહંમદ કુરકાન અને શેખ નફીસાબાનુની સામસામે છ સહિત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ હતી.


અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખીને મંગળવારે બપોરે મામલતદાર કચેરી પાસે મહિલા નગરસેવિકાના પુત્ર અરબાજ શેખ પર કેટલાક શખ્સોએ તલવારથી હુમલો કરતા વિસ્તારમા નાસભાગ મચી ગઈ હતી. હુમલા બાદ જુના સોની બજારમા કસાઈઓ અને ઘાંચીઓ સામસામે આવી જઈ પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ કસાઈઓ તરફથી ફાયરીંગ પણ કરાયુ હતુ.ફાયરીગ દરમિયાન એક ઘાંચી યુવાનને છરો માથાના ભાગે વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.


બનાવને પગલે તાત્કાલિક કડી પોલિસ ઘટના દોડી આવતા બંન્ને ટોળા વિખેરાઈ ગયા હતા.મહેસાણા ડીએસપી, ડીવાયએસપી, એલસીબી સહિત જિલ્લાભરની તમામ પોલિસને કડીમા ખડકી દઈ વિસ્તારમા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલિસે મંગળવારે બપોરના નગરસેવિકાના પુત્ર પર હુમલાની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરેલ છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
પોલીસને ઘટનાસ્થળ પરથી કારતુસ મળી આવીપોલીસને ઘટનાસ્થળ પરથી કારતુસ મળી આવી
બે જૂથ વચ્ચેની તકરારમાં એક શખ્સ ઘાયલબે જૂથ વચ્ચેની તકરારમાં એક શખ્સ ઘાયલ
લોકોના ટોળા એકઠા થયાલોકોના ટોળા એકઠા થયા
અથડામણમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈઅથડામણમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ
બંને પક્ષોએ સામ-સામે પથ્થરમાર્યો કર્યોબંને પક્ષોએ સામ-સામે પથ્થરમાર્યો કર્યો
Group Clashes At Kadi, One Injured In Firing, Police Reached On The Spot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી