પીઓપીની મૂર્તિઓ પર સરકારે જ પ્રતિબંધ મુકવો જોઇએ: આયોજકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ થાય તે માટે સરકારે જ પીઓપીની મૂર્તિઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ આવો સ્પષ્ટ મત મહેસાણાના ગણેશોત્સવના આયોજકોનો છે. પીઓપી પર્યાવરણને નુકસાન કારક છે અને આ વર્ષે વરસાદ પણ ઓછો હોઇ પાણીના સ્ત્રોત દૂષિત થતા અટકાવવા આ નિર્ણય જરૂરી છે.

 

 

POPની મૂર્તિ પર પ્રતિબંધ મુકવો જોઇએ
 
પાંચલીમડી દાદા વાડી ગણેશ મહોત્સવના આયોજક પ્રકાશભાઇ શાહે જણાવ્યું કે, જિલ્લામાં પીઓપીની 5થી 7 ફૂટ ઊંચી 50 જેટલી મૂર્તિઓની સ્થાપના થાય છે, તેની સામે નાની મૂર્તિઓની સંખ્યા 5000 જેટલી છે. પીઓપીની મૂર્તિઓના ઉત્પાદન પર જ સરકારે પ્રતિબંધ મુકવો જોઇએ.
 
મંડળની મિટિંગમાં પ્રસ્તાવ મુકીશું
 
પરા સરદાર યુવક મિત્ર મંડળના ચિંતન પટેલ, કાર્તિક પટેલ અને મેહુલ પટેલે કહ્યું કે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિના સ્થાપન અંગે મંડળની મિટિંગમાં પ્રસ્તાવ મુકીશું. જો મંડળના તમામ સભ્યો વાતને સ્વીકારશે તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ સ્થાપન કરીશું.
 
મૂર્તિનું વિસર્જન ખાડામાં કરી શકાય
 
ધોબીઘાટના મેડીયા યુવક મંડળના દિવ્યાંશ વ્યાસે કહ્યું કે, પીઓપીની મૂર્તિનું વિસર્જન નદી, તળાવ કે કેનાલમાં ન થાય તે માટે તંત્રએ શહેર નજીક ઊંડા ખાડા કરી તેમાં પાણી ભરી મૂર્તિનું વિસર્જનની વ્યવસ્થા કરવી જોઇએ. જેથી નદી, તળાવ અને કેનાલને દૂષિત થતી બચાવી શકાશે.
અન્ય સમાચારો પણ છે...