મહેસાણા: પાલિકાના CO ને હટાવવા કોંગી નગરેસવકોનો મોરચો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાઈલ

 

મહેસાણા: મહેસાણા શહેરોમાં વિવિધ વિસ્તારમાં ઉભરાતી ગટર,પીવાના પાણીની તકલીફ સહિતના કોર્પોરેટર તરફથી સુચવેલ કામોમાં પાલિકાના ચીફ ઓફીસર નવનીત પટેલ દુર્લક્ષ સેવીને રાજકીય કાર્યો વધુ કરતા હોવાની ચર્ચા સાથેના આક્ષેપો કરીને કોંગ્રેસ તેમની સામે મોરચો માંડવાની તૈયારી કરી છે.જેમાં એક કોર્પોરેટરની રજૂઆતના પગલે આગાામી સામાન્ય સભામાં સી.ઓ.ને હટાવવાનો તખ્તો ઘડાઇ શકે છે. મુખ્ય અધિકારી સામે કામગીરી અને વર્તણૂક મામલે કોંગી કોર્પોરેટર આગામી સભામાં અવિશ્વાસ રજૂ કરવાના મુડમાં આવી ગયા છે.29 મીની સભામાં અધિકારી સામેના રોષ સાથે નવાજુની થવાના સંકેતો છે.

 

નગરસેવકોની રજૂઆતોને  અવગણતા હોવાના આક્ષેપ

 

કોર્પોરેટર અમીત પટેલે ઘણા લાંબા સમયથી સીઓની વર્તણૂંક ગેર વ્યાજબી હોવાથી પ્રમુખ સમક્ષ પગલા લેવાની રજૂઆત કરી છે.કોર્પોરેટરનો આક્ષેપ છે કે ગટરો ઉભરાતી હોવાની અધિકારીને જાણ કરવા છતાં તેઓ દુર્લક્ષ સેવે છે.સફાઇ કામ પણ થતું નથી.પ્રજાસત્તાકદિનની ઉજવણી નિમિત્તે ત્રણ દિવસથી જે સફાઇ કામગીરી થાય છે તેવી જ આખુ વર્ષ ચાલે તેવી લાગણી વ્યકત કરી છે.સી.ઓ. પાણી સપ્લાયની તકલીફોથી માહિતગાર હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગતા નથી.છે.આવશ્યક સેવાઓના અમલદાર હોવા છતાં ઓફિસમાં ઓછા પ્રમાણમાં હાજર રહે છે.પ્રમુખની સુચનાઓનો અમલ કરતા નથી,વહીવટી માર્ગદશન આપતા નથી અને નગરસેવકોની લેખિત રજૂઆતોને પણ અવગણે છે.

 

વિવાદ| અવિશ્વાસ રજૂ કર થાય તેવી શક્યતા

 

નગરસેવકોના કામો ધ્યાને લેતા નથી


પહેલા અમે વિભાજિત હતા,હવે એકજૂટ થયા છીએ, ચીફ ઓફીસર સામે બધાની સહમતીથી  સભામાં ઠરાવ કરીશુ અને કલેકટર, સરકારને મોકલીશુ પછી કોઇ એકશન ન લેવાય તો બધા એકત્રિત થઇને જલદ કાર્યક્રમ આપીશું.સીસી રોડ સહિતના કામોમાં પ્રમુખની સેન્સ લીધા વગર સી.ઓ.પેમેન્ટ કરી દે છે.નગરસેવકોના કામોને ધ્યાને લેતા નથી એટલે બધાની નારાજગી છે- રઇબેન વિઠ્ઠલભાઇ પટેલ, પાલિકા પ્રમુખ

 

અંગત કામો નથી થતા તેનો રઘવાટ 


આક્ષેપો ખોટા છે.જે નગરેસવકોના પર્સનલ કામો નથી થતા તેનો રઘવાટ છે.મારી પાસે કોણે કેટલા સગા,મિત્રો માટે કેટલા પાણીના ટેન્કર મંગાવ્યા તેનું લીસ્ટ છે.બધા કામોના ટેન્ડર કરીએ છીએ.અમે હકારાત્મક છીએ. કયા ટેન્ડરોમાં કયા કામો અટકી પડ્યા તે બતાવા જોઇએ.હાલ 26મીના કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છીએ- નવનીત પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...