Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Four Inured And One Died In Accident Between Tractor And Auto Rickshaw

ટ્રેક્ટરની ટક્કરે રિક્ષા પલટી ખાતાં યુવાનનું મોત, 4 વ્યક્તિને ઇજા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:52 AM

4 મુસાફરોને ગંભીર ઇજા થતાં તમામને સારવાર માટે વિજાપુર સિવિલમાં લઈ જવાયા હતા

  • Four Inured And One Died In Accident Between Tractor And Auto Rickshaw

    પ્રતિકાત્મક તસવીર

    મહેસાણા: વિજાપુર તાલુકાના લાડોલથી વિજાપુર તરફ જવાના માર્ગે ટ્રેક્ટરની ટકકર વાગતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં એક યુવાનનું મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરોને ઇજા થઇ હતી. લાડોલ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


    માણસા તાલુકાના ચરાડા ગામના કાળાજી અંબાજી ઠાકોર સહિતના લોકો રિક્ષા (જીજે 01 સીજે 392)માં બેસીને વિજાપુર જવા નીકળ્યા હતા. તે દરમિયાન લાડોલથી વિજાપુર તરફ જવાના રસ્તે આઈટીઆઈ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. પલટી ખાઈ ગયેલી રિક્ષામાં ફસાયેલા જયમીન વિક્રમજી ઠાકોર તેમજ અન્ય 4 મુસાફરોને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તમામને સારવાર માટે વિજાપુર સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં જયમીન ઠાકોરનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending