ટ્રકની ટક્કરે દિયોદરના ચમનપુરા ગામના પિતરાઇ ભાઇ-બહેનનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી- દિયોદર: ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સંગીતાબેન ચૌધરી તેના પિતરાઈ ભાઈ સાથે દ્વીચક્રી વાહનમાં વતન દિયોદર જઈ રહ્યા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે સ્થિત ગણેશપુરા પાટિયા પાસે ટ્રકે પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયેલ ભાઈ બહેન પર ટ્રક ફરી વળતા બંન્નેનુ ઘટના સ્થળે મોત કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.

 

રોડ પર પટકાતા બંને પર ટ્રકનુ ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કરૂણ મોત


દિયોદર તાલુકાના ચમનપુરા ગામના વતની શિવાભાઈ ચૌધરી(પટેલ) ની દિકરી સંગીતાબેન ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગરમાં રહેતા હતા. શુક્રવારે સવારે સંગીતાબેન તેમના પિતરાઈ ભાઈ જયદેવ સાથે તેમનુ મહિન્દ્રા કંપનીનુ GJ 01 MP 2367 નંબરનુ ટુ વ્હીલર લઈને વતન જવા નીકળ્યા હતા. સવારે આઠ કલાકે મહેસાણા અમદાવાદ હાઈવે સ્થિત કડીના ગણેશપુરા પાટિયા નજીકે પાછળથી JK14 A 6781 નંબરની ટ્રકના ચાલકે સંગીતાબેન હંકારી રહેલ ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારતા બંને રોડ પર પટકાતા બંને પર ટ્રકનુ ટાયર ફરી વળતા ચગદાઈ જતા બંનેનુ ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યુ હતુ. પોલીસે  ચાલક મદનલાલ ચુનીલાલ શર્મા રહે.જમ્મુ કાશ્મીર વાળા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

 

કમનસીબ મૃતકો


1.સંગીતાબેન શિવાભાઈ ચૌધરી(પટેલ)
2.જયદેવ વાલાભાઈ ચૌધરી(પટેલ)

 

અન્ય સમાચારો પણ છે...