તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાકમાં ધરોઈ ડેમમાં 224 કરોડ લિટર પાણી વધ્યું: ડેમની સપાટીમાં 7 સેમીનો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં છેલ્લા 48 કલાકમાં થયેલા ભારે વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં 224 કરોડ લિટર નવું પાણી ઉમેરાયું છે. જે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને 13 દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. ધરોઈ ડેમમાં શુક્રવારે  8 કલાકે 100 ક્યુસેક પાણીની આવક સાથે 596.63 ફૂટે 8194 એમસીએફટી પાણીનો જથ્થો નોંધાયો હતો. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે શુક્રવારે રાત્રે 9 કલાકથી ડેમમાં 2212 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. શનિવાર સવારે 8 વાગ્યા સુધીમાં ડેમમાં 224 કરોડ લિટર નવું પાણી ઉમેરાયું હતું. ડેમની સપાટીમાં 7 સે.મી. ઉંચકાતાં 8274 એમસીએફટી પાણીનો જથ્થો નોંધાયો હતો.બીજીબાજુ ડેમમાં 1800 એમસીએફટીનો ડેડસ્ટોક બાદ કરતાં ડેમમાં 6474 એમસીએફટી પાણી ઉપયોગમાં લઈ શકાય તેમ છે.