કડી: કડી તાલુકાના વણછોલ ગામ પાસે નર્મદા કેનાલમાંથી બુધવારે સવારે બે પ્રેમીપંખીડાંની એકબીજાના હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બંને વણછોલ ગામના જ અને એક જ જ્ઞાતિના હોવાની અોળખ થતાં ચકચાર મચી ગઇ હતી. કડી પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.
વણછોલ ગામના સેનમા વિજય કનુભાઈ (19) અને આરતી અરવિંદભાઇ સેનમા (19)ની આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધયો હતો. પરંતુ તેમના લગ્ન શક્ય નહીં જણાતાં મંગળવારે રાત્રે બંને જણાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. જેની જાણ થતાં બંનેના પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. બુધવારે સવારે ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાશ જોવા મળતાં કડી પોલીસને જાણ કરાઇ હતી.
એએસઆઈ બળદેવભાઈ તથા પો.કો.ચિરાગભાઈએ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવક -યુવતીની લાશ બહાર કઢાવતાં બંનેના હાથ દુપટ્ટાથી એકબીજા સાથે બાંધેલી હાલતમાં હતા. બીજીબાજુ, ગુમ યુવક- યુવતીના પરિવારજનો કેનાલ પર દોડી આવ્યા હતા અને લાશની ઓળખ કરી હતી. કડી પોલીસે બંને લાશોનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી હતી. ઘટના અંગે અકસ્માત મોત અન્વયે નોંધ કરાઇ છે.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.