મહેસાણા તા. પં.માં કોંગ્રેસમાં બે ફાડિયા ભાજપના ટેકાથી બળવાખોરોની કારોબારી બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોર જૂથે ભાજપના ટેકાથી કારોબારી સમિતિની રચના કરી પ્રમુખને ઝટકો આપ્યો હતો.કોંગ્રેસના નારાજ જૂથના નવ સભ્યોની ભાજપ અને અપક્ષના ટેકાથી કારોબારી સમિતિ રચાતા  કોગ્રેસમાં બે ફાળીયા પડ્યા હતા.પ્રમુખ સુચિત નામોની દરખાસ્તને  13 સભ્યનો મત મળ્યો હતો.જ્યારે  અપક્ષના સભ્ય દ્વારા બીજી દરખાસ્ત કરાતા ભાજપના ટેકાથી 17 મત સાથે બહુમતથી કોગ્રેસના નવ સભ્યોની કારોબારી સમિતિ રચાઇ હતી. પ્રમુખ સહિત જુથના સભ્યો આક્રોશ ઠાલવી સભા છોડી ચાલી નિકળ્યા હતા. જ્યારે સામાજિક ન્યાય સમિતિની રચનામાં એક જ દરખાસ્ત આવતા બિનહરીફ થઇ હતી.

 

અપક્ષના સભ્યની દરખાસ્તને 17 મત


તાલુકા પંચાાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના માટે પ્રમુખની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલ સભામાં 32 સભ્યો પૈકી કોંગ્રેસના 22, ભાજપના 7 અને અપક્ષ 1 મળી કુલ 30 હાજર હતા.જેમાં પ્રથમ કારોબારી સમિતિના  સભ્યોની દરખાસ્ત પ્રમુખ  વિનુભા ધનુભા ઝાલાએ રજૂ કરી  ઉપપ્રમુખ પ્રતાપજી બળદેવજીએ આપતાં ટેકો 13 સભ્યોએ હાથ ઊંચો કરીને મત દર્શાવ્યો હતો. જ્યારે બીજી દરખાસ્ત અપક્ષના કનૈયાલાલ મણીલાલ પટેલે  કરતા ભાજપના સભ્ય  બળદેવભાઇ પટેલે ટેકો આપતા 17 સભ્યોએ હાથ ઊંચો કરીને મત આપ્યો હતો.  ભાજપના 7, એક અપક્ષના સમર્થનથી ચાર મત વધુ મળતાં  કોંગ્રેસના નારાજ જુથના 9  સભ્યોની કારોબારી રચના કરવામાં આવી હતી.  

 

સભામાં પ્રમુખની દરખાસ્તને 13  મત 

 

આ બેઠકમાં દરખાસ્ત વિરુદ્ધ કારોબારી રચાતા નારાજ  પ્રમુખ સહિત જુથના સભ્યો આક્રોશ વ્યકત કરી ચાલી નિકળ્યા હતા. જ્યારે સામાજિક  ન્યાય સમિતિની  રચના માટે એક જ દરખાસ્ત પ્રમુખ તરફથી  રજૂ થતા પાંચ સભ્યોની ટીડીઓ દીલીપભાઇ પટેલે ઘોષણા કરતા સામાજીક ન્યાય સમિતિની  બિનહરીફ રચના થઇ હતી. કારોબારી સમિતિમાં સ્થાન  માટે કોંગ્રેસના જ નારાજ જુથે ભાજપ, અપક્ષના ટેકાથી અલગ ચોકો કરીને કારોબારી રચી છે.  પછી કારોબારી સભ્યો ચેરમેને નક્કી કરશે. આ સભામાં કોંગ્રેસના અલકાબેન મનોજભાઇ પટેલ(ખેરવા) અને ભાજપના ચેહરબેન વાલજીભાઇ ચૌધરી (બોરીયાવી) ગેરહાજર  
રહ્યા હતા.

 

આ સભ્યોની સમિતિ બનવાની હતી


1. કૈલાસબેન અમૃતજી ઠાકોર(પાલાવાસણા)
2.કુલસમબીબી મહંમદરફી લોદી (અંબાસણ)
3.રાકેશકુમાર કનુભાઇ મિસ્ત્રી (આ઼બલીયાસણ)
4.વાલીબેન દશરથજી ઠાકોર(ગોદર)
5.ભાવેશકુમાર નરોત્તમભાઇ પટેલ (રામોસણા)
6.કેશીબેન ગાંડાજી ઠાકોર (ગોજારીયા 2)
7.પ્રકાશભાઇ વલજીભાઇ ચૌધરી (સામેત્રા)
8.મધુબેન બળદેવભાઇ પરમાર (બાલીયાસણ)
9.વિનુભાઇ ધનુભાઇ ઝાલા (મગુના) 

 

 

આ સભ્યોની સમિતિ બની ગઈ 


 1 સુરેશભાઇ લલ્લુભાઇ પટેલ (મોટીદાઉ 2)
 2 ભરતજી અનારજી વાઘેલા (મોટીદાઉ 1)
 3 ભાવનાબેન રાજેશકુમાર પટેલ (ગોઝારીયા1)
 4 અશોકજી રામસંગજી ઠાકોર (લીંચ )
 5 લીનાબેન ભુપેન્દ્રકુમાર રાવલ (જોરણંગ)
 6 સુશીલાબેન ગણેશજી ઠાકોર (જગુદણ)
 7 વનરાજસિંહ પીથુજી ચાવડા (મુલસણ)
 8 રવિભાઇ કનૈયાલાલ સુથાર (બલોલ)
 9 મંજુલાબેન રમણભાઇ પટેલ (હેડુવા હનુમંત)

અન્ય સમાચારો પણ છે...