લોકસભા / ચૂંટણીમાં ભૂલથી કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે: રૂપાણી

DivyaBhaskar

Mar 25, 2019, 03:04 AM IST
cm vijay rupani controversial statement on congress during vijay vishvas sanmelan in mehsana

  • કોંગ્રેસે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર પગલાં ન લીધા: રૂપાણી
  • કોંગ્રેસે કાશ્મીર નેતાઓના પરિવારને બચાવવા આતંકીઓ છોડ્યા 
  • મુસ્લિમ મત મેળવવા ત્રાસવાદને પ્રોત્સાહન આપ્યું

મહેસાણા: મહેસાણામાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે,લોકસભા ચૂંટણીમાં ભૂલથી કોંગ્રેસ આગળ હશેે તો પાકિસ્તાનમાં દિવાળી અને નરેન્દ્રભાઇ મોદીને બહુમતથી પાકિસ્તાનમાં માતમ થવાનો છે. આ નિવેદનના વિરોધમાં ભાજપ કાર્યાલય પાસે પુતળુ દહન કરવા જતા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યમાં મહેસાણાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા મુખ્યમંત્રી વિજયરૂપાણીના કોંગ્રેસના પાકિસ્તાન અંગેના નિવેદને વિવાદ સર્જયો છે. સંમેલનમાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ કે, 23મીએ ભૂલથી કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે. જ્યારે નરેન્દ્રભાઇ મોદીને બહુમતીથી પાકિસ્તાનમાં માતમ થવાનો છે આ ડર કોંગ્રેસીઓને છે.

56ની છાતી માપવાવાળા કોંગ્રેસીઓ આ (મોદી)156ની છાતી છે. પી.એમએ સેનાને બધી છૂટ આપી છે. રાહુલ ગાંધીના ગુરૂ સામ પિત્રોડા સહિત કોંગ્રેસી નેતા પાકિસ્તાની ભાષા બોલે છે. સેનાનું અપમાન કરે છે તેમ કહીને કોંગ્રેસ સામે પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે મહેસાણામાં ઉમેદવારનું નામ હજુ જાહેર થયુ નથી છતાં બેગાને કી શાદી મે અબ્દુલ્લા દિવાનાની જેમ જાન જોડી દીધી છે. જે દુલ્હા(ઉમેદવાર) હોય વાજતે ગાજતે જાન જોડી કામે લાગી જવા કાર્યકરોને કહ્યુ હતું.

સંમેલનમાં નીતિન પટેલની ગેરહાજરીથી ચર્ચા: મહેસાણામાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ગેરહાજરી સુચક બની હતી. સંમેલનમાં પાછળ કેટલાક કાર્યકરોમાં અંદરોઅંદર નિતિનભાઇ કેમ નથી તેને લઇને ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. નિતિનભાઇ રાજયમાં અન્ય જગ્યાએ ચૂ઼ંટણીકાર્યમાં વ્યસ્ત હોઇ અહીંયા આવી શકશે નહી તેમ મુખ્યમંત્રીના આગમન પહેલા મંચ પરથી એક આગેવાન દ્વારા કહેવાયુ હતું.

વસોયા ભાજપમાં જાય છે તેવા બેનરો લાગ્યા: ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા ભાજપમાં આવે છે તેવા પોસ્ટરે કોઇક ટીખળખોરોએ લગાવતા ભારે ચકચાર વ્યાપી ગઇ છે. ધોરાજીમાં લલિત વસોયાના નામના પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ આવે છે, મારી વિનંતી આપનો અમૂલ્ય મત ભાજપને આપો. પોસ્ટરમાં લલિત વસોયાના ફોટા સાથે વિજય રૂપાણી , જીતુ વાઘાણી અને નીતિન પટેલના ફોટાઓ છે.

નગરસેવકને સ્ટેજ પર ન બેસાડાતા હંગામો: ભરૂચ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે પણ કોંગ્રેસ હજી જુથબંધીમાંથી બહાર આવી શકી નથી. રવિવારના રોજ ભરૂચ ખાતે આયોજીત કાર્યકરોના સંમેલનમાં સ્ટેજ પર સ્થાન નહિ મળતાં કોર્પોરેટરના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. યુસુફ મલેકે પણ નારાજગી દર્શાવતાં સંમેલનમાં સોંપો પડી ગયો હતો. હંગામા બાદ તેમને સ્ટેજ પર પ્રથમ હરોળમાં સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

X
cm vijay rupani controversial statement on congress during vijay vishvas sanmelan in mehsana
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી