Home » Uttar Gujarat » Latest News » Mehsana » Chaitra Poonam popular festival was devoted to worship in Bahucharaji

બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળામાં ભક્તિનો ઉમંગ છવાયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:18 AM

મંદિરમાં સુવર્ણ સિંહાસને બિરાજમાન ત્રિભુવનનાં દેવી મા બહુચરને નજરો નજર જોયા પછી તો પૂછવું જ શું

  • Chaitra Poonam popular festival was devoted to worship in Bahucharaji
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    બહુચરાજી: તીર્થધામ બહુચરાજીમાં શનિવારે જ્યાં નજર કરો ત્યાં બસ માનાં ભક્તો જ નજરે ચડતાં હતાં. 40 ડિગ્રી ગરમી છતાં કોઇનાયે ચહેરા પર તાપનો સંતાપ વર્તાતો ન હતો. અરે વર્તાય પણ શાનો, આજે તો મા બહુચરનો પ્રાગટ્ય દિવસ હતો. દૂર દૂરથી પગપાળા કે સંઘો લઇને માના દર્શન કરવા આવ્યાં હતાં. મંદિરમાં સુવર્ણ સિંહાસને બિરાજમાન ત્રિભુવનનાં દેવી મા બહુચરને નજરો નજર જોયા પછી તો પૂછવું જ શું?

    ભાવવિભોર બની માને કાલાંવાલાં કરતાં જોઇ સૌની આંખો ભીની થઇ જતી. તો કોઇ શેર માટીની ખોટ પૂરી કરવા માના પાયલાગણ કરવા પહોંચ્યાં હતાં. કેટલાય ભક્તો એવા પણ હતા કે જેમણે માની સામે ખોળો પાથરી કહ્યું, હે મા, આ વખતે તો સખેદખે આવી ગયાં, પણ વરસો વરસ તારાં દર્શન કરવાની ઇચ્છા પૂરી કરવા પગમાં હામ પૂરતાં રહેજો તેવી આજીજી પણ વ્યક્ત કરી હતી. તો ભક્તો દ્વારા વારે વારે ઉચ્ચારાતાં બોલ માડી બહુચર જય જય બહુચરના જયનાદથી મંદિર સતત ગૂંજતું રહ્યું હતું.

    - 10 લાખ ભક્તો 3 દિવસમાં મેળામાં પધાર્યા

    - 45 કલાક મંદિર દર્શન માટે સતત ખુલ્લુ રખાયું

    - 50 હજારથી વધુ લોકો માની સવારીમાં જોડાયા

    - 350 થી વધુ પગપાળા સંઘો આવ્યા

    - 500 થી વધુ ધજાઓ શિખરે ચડાવાઇ

    - 32000 લોકોએ પ્રસાદનો લાભ લીધો

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • Chaitra Poonam popular festival was devoted to worship in Bahucharaji
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chaitra Poonam popular festival was devoted to worship in Bahucharaji
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chaitra Poonam popular festival was devoted to worship in Bahucharaji
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chaitra Poonam popular festival was devoted to worship in Bahucharaji
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ