તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝાના કરલીમાં ગેરકાયદે કેમિકલની ફેક્ટરી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા: ઊંઝા તાલુકાના કરલી ગામની સીમમાં ગેરકાયદે ધમધમતી કેમિકલ ફેક્ટરી ઉપર ઊંઝા પોલીસે રેડ કરી બે ફેક્ટરી માલિક અને ખેૂત સહિત ત્રણ જણાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં મહેસાણાના બે શખ્સોએ જમીન ભાડે રાખી ફેક્ટરી શરૂ કરી હતી, જેની પ્રદૂષણ નિયંત્રણ વિભાગ પાસેથી કોઇ મંજૂરી પણ લેવાલ નથી. કેમિકલની અસહ્ય દુર્ગંધથી ગામલોકો પણ ત્રાસી ગયા હતા.


કરલી ગામના ગોસ્વામી વિરમમુખી બાબુપુરીએ પોતાનું ખેતર મહેસાણાના મોઢેરા રોડ પર ટહુકો પાર્ટી પ્લોટ સામે શ્યામવિહાર વિભાગ-3માં રહેતા પટેલ અરવિંદભાઈ નારણદાસ તેમજ  વેલકમ પાર્ટી પ્લોટ સામે અશ્વમેઘ ફ્લેટ બી-વિભાગમાં રહેતા રસિકભાઈ બબલદાસને ભાડે આપ્યું હતું.  તેમણે  પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કાયદેસરનો પરવાનો લીધા વિના જ કેમિકલ ફેક્ટરી શરૂ કરી હતી. તેઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય તેમજ આસપાસના ખેતરોની જમીન અને હવા-પાણીને દૂષિત કરતું કેમિકલયુક્ત પાણી જાહેર જગ્યામાં છોડાતું હોઇ અને તેની દુર્ગંધને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

 

દરમિયાન, ઊંઝા પીઆઇ એ.બી. વાળંદને મળેલી બાતમી આધારે મંગળવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં કેમિકલ ભરેલા મોટા હોજ, પ્લાસ્ટિકના બેરલો તેમજ જમીન કેમિકલયુક્ત પ્રવાહીથી ખરાબ થયેલી મળી આવી હતી. પોલીસે આ જગ્યાએથી ઉપરોક્ત ત્રણ શખ્સોની અટકાયત કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...