ઉદલપુરની સીમમાં ગળે ફાંસો ખાઇ યુવકની આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર: વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં રહેતા 18 વર્ષીય યુવકે પ્રેમસબંધને પગલે યુવતી જતી રહેતાં આઘાતથી કણઝીના ઝાડે ગળે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જ્યાં આ અંગે તેના પિતાએ તેમનો દિકરો અગાઉ મઢાસણાની યુવતીને લઇ ભાગી ગયો હતો. જે યુવતીને તેના માતા પિતાને પરત સોંપી દેવાતાં તેના આઘાતથી આત્મહત્યા કરી હોવાનું નિવેદન આપતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


તાલુકાના ઉદલપુર ગામમાં રહેતા ગાભાભાઇ સોમાભાઇ રાવળનો 18 વર્ષીય દિકરો આશિષ ઉર્ફે દેવો આઠ દિવસ અગાઉ મઢાસણા ગામમાં લીબુંડીના ખેતરમાં રહેતો હતો. જ્યાં તેને એક યુવતી સાથે પ્રેમસબંધ થઇ  જતાં તેને લઇ ભાગી ગયો હતો. જ્યાં તેના પરિવારજનોએ તેને હારીજથી શોધી યુવતીને તેના માતા-પિતાને સોંપી દીધી હતી. જેથી શનિવારના રોજ તે ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો. દરમિયાન રવિવારે વહેલી સવારે ગામની સીમમાં કણઝીના ઝાડ સાથે ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલ હાલતમાં આશિષ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...