તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી પાસે અચરાસણની નર્મદા કેનાલમાં અમદાવાદનાં પ્રેમી પંખીડાંનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી: કડી તાલુકાના અચરાસણ ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર સ્વીફ્ટ કાર લઈને આવેલ અમદાવાદના બે પ્રેમીપંખીડાઓએ કેનાલમાં પડી આપઘાત કરી લેતા પંથકમા ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરેલ છે. અમદાવાદમાં રહેતા લગધીર વિસાભાઈ દેસાઈને (25) પાડોશમાં રહેતી પરણિત યુવતી સાથે પ્રેમ થયો હતો. બંનેે પ્રેમી પંખીડાઓ શનિવારે સવારે GH 01 KD 6118 નંબરની સ્વીફ્ટ કારમાં કડી તાલુકાના અચરાસણ ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર આવ્યા હતા. કોઈ કારણોસર બંને પ્રેમી પંખીડાઓએ કાર મુકી કેનાલમા ઝંપલાવ્યુ હતુ.

 

આપઘાત કરવા અંગે રહસ્ય

 

ત્યાંથી પસાર થતા વટેમાર્ગુ આ દ્રશ્ય જોઈ ગયા હતા. તાત્કાલિક તેમણે 108 ને જાણ કરી હતી. બનાવની જાણ થતા તેના વાલી વારસો કેનાલ પર આવી પહોંચ્યા હતા. જે અંગે કડી પોલીસને જાણ કરતા પોલીસે સ્થાનીક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કડીના એએસઆઈ બળદેવભાઈએ આપઘાતના બનાવને પગલે યુવક અને યુવતીના પરિવાર વચ્ચે સમજૂતી થયેલ હોઈ કોઈપણ પોલીસ કાર્યવાહી નહીં કરવા જણાવ્યુ હતુ.બનાવથી પંથકમા ચકચાર મચી ગઈ છે.