પેટાચૂંટણી / ઊંઝા વિધાનસભામાં અંદાજે 65 ટકા મતદાન

65 pc voting in bye election for unjha assembly constituency

  • ઇવીએમ-વીવીપેટમાં ક્ષતિની 48 ફરિયાદો મળી, 11 ઉમેદવારોનું ભાવિ 25મેના રોજ ખુલશે

divyabhaskar.com

Apr 24, 2019, 09:10 AM IST

ઊંઝાઃ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન થયું હતું. સવારે 7 થી 9 વાગ્યા સુધી 7.88 ટકા, 11 વાગ્યા સુધી 24.28, 1 વાગ્યા સુધી 38.01 અને 5 વાગ્યા સુધી 62 ટકા મતદાન નોંધાયું હતું. ઇવીએમ, વીવીપેટમાં ક્ષતિની 48 ફરિયાદો મળી હતી. નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના નારાયણભાઇ પટેલ સામે 19529 મતે વિજેતા ર્ડા.આશાબેન પટેલે કોંગ્રેસથી છેડો ફાડી રાજીનામુ ધરી દેતાં યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં ભાજપમાંથી આ વખતે ર્ડા.આશાબેન લડી રહ્યા છે તેમનો મુકાબલો કોંગ્રેસના કા.મુ.પટેલ સાથે છે.ભાજપ અને કોંગ્રેસ સહિત 11 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. જે 23 મેએ ખુલશે.

ઊંઝામાં કાળઝાળ ગરમીમાં મતદારોએ મતદાનમાં ઉત્સાહ દાખવતા સાંજે 5 વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન થયું હતું.245 મતદાન મથકોમાં ઊંઝા પેટાચૂંટણી તેમજ મહેસાણા લોકસભા ચૂંટણીના બે અલગ અલગ ઇવીએમ ગોઠવાયા હતા. આ વિસ્તારના મતદારોએ ઊંઝા વિધાનસભા તેમજ મહેસાણા લોકસભા બેઠક એમ બે મત આપ્યા હતા. કે.એલ. વિદ્યાલયમાં દિવ્યાંગ બુથ ઉભું કરાયું હતું. જેમાં 30 દિવ્યાંગોએ મતદાન કર્યું. જેમને બુથની બહેનો દ્વારા વ્હીલચેરમાં બેસાડી બુથ સુધી લઈ જવાયા હતા.

ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં સીયુ-1, બીયુ-3, વીવીપેટ-15 અને લોકસભાની ચૂંટણીમાં ઊંઝા વિસ્તારમાં સીયુ-1, બીયુ-4, વીવીપેટ 24 ખોટવાયા હોવાની ફરિયાદ ઉઠી હતી, જોકે, ટેકનિકલ ટીમોએ બુથ પર દોડી જઇ આ તમામ ફરિયાદનો નિકાલ કરતાં મતદાન આગળ વધી શક્યું હતું. એકંદરે મતદાન શાંતિપૂર્ણ થયું છે.

X
65 pc voting in bye election for unjha assembly constituency
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી