અમદાવાદની યુવતી પર ગેંગરેપમાં 6 હવસખોરોને ઘેરથી ઊંઘતા જ ઝડપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: મહેસાણામાં અમદાવાદની યુવતી પર ગેંગરેપ કરનારા 4 રિક્ષાચાલકો સહિત 6 હવસખોરોને પોલીસે તેમના ઘરેથી જ ઊંઘતા દબોચી લીધા હતા. પોલીસે પીડિતા સાથે ત્રણ કલાક સુધી કરેલા કાઉન્સેલિંગ બાદ મળેલા સ્થળ, નામ સહિતના સ્થળોએ પોલીસે ત્રાટકી હતી અને સતત 55 કલાક સુધી દોડધામ કરી 8 દુષ્કર્મીઓ પૈકી 6 જણાને પકડી લીધા હતા. પોલીસે રિક્ષા તેમજ કપડાં વગેરે પુરાવારૂપે કબજે લઇ બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

મહેસાણા પોલીસ ઊંઘ લીધા વિના સતત 55 કલાક દોડતી રહી


પીડિતાના ભાઇએ ફરિયાદ નોંધાવ્યા બાદ સાંજે 6 વાગ્યાથી ડીવાયએસપી મંજીતા વણઝારા, એલસીબી પીઆઇ આર.એસ. પટેલ, અેસઓજી, મહિલા પોલીસ, પેરોલ ફર્લો સ્કવોડ સહિતની ટીમો દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરાયું હતું. ગાલ પર બચકું ભર્યા સહિતની શારીરિક પીડાથી હચમચી ગયેલી યુવતીએ ત્રણ કલાક બાદ સ્થળ સાથે ઘટનાનું વર્ણન અને કેટલાક નામ સુચવતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી એક પછી એક કડી મેળવી હતી. રાત્રે 10 વાગ્યા પછી એક પછી એક નરાધમોને પકડવાની કાર્યવાહી સાથે તપાસ રાતભર ચાલી હતી. જેમાં 6 આરોપીને તેમના ઘરમાંથી જ ઝડપી લેવાયા હતા.


8 પૈકી 6 આરોપીએ દુષ્કર્મ કર્યાનું ખુલ્યું


પોલીસ તપાસમાં 8 આરોપી પૈકી 6 જણાએ દુષ્કર્મ કર્યુ હતું, જે પૈકી કેટલાકે બે-બે વખત દુષ્કર્મ કર્યાનું ખુલ્યું છે. બાકી બે પૈકી એકનું નામ પીડિતાએ દર્શાવ્યું છે, જ્યારે એક અજાણ્યો હોઇ પોલીસ પૂછપરછ કરી રહી છે. એક હોટલનો માણસ સંડોવાયેલો છે. ગુરુવાર રાતથી સતત 55 કલાક મહિલા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતની ટીમ ઊંઘ લીધા વિના તપાસમાં લાગી હતી. ડીવાયએસપીએ કહ્યું કે, બે દિવસ પીડિતાને સાથે રાખીને તપાસ કરાઇ રહી છે. પીડિતાની તબીબી ટ્રીટમેન્ટ હાલ ચાલુ છે. 

 

4 રિક્ષાચાલક સહિત 6ની ધરપકડ

 

 1. નવસાદખાન ઉર્ફે દબંગ મુમતાઝખાન બહેલીમ રિક્ષા ડ્રાઇવર (છઠિયારડા, સોનીવાસ)
 2. જાવેદખાન ઉર્ફે નુરો મહોબ્બતખાન પઠાણ રિક્ષા ડ્રાઇવર (સિદ્ધપુરી બજાર, મહેસાણા)
 3. સોહિલ ઉર્ફે અક્કો મહેબુબ જીવણખાન  સિપાઇ (સિદ્ધપુરી બજાર, મહેસાણા)
 4. રાકેશ ચંદુભાઇ રાવળ રિક્ષા ડ્રાઇવર (છઠિયારડા, રાવળવાસ)
 5. રાજેન્દ્ર ઉર્ફે ટીનો ગુમાનસિંહ ઝાલા રિક્ષા ડ્રાઇવર (મહેસાણા, રેલનગર)
 6. અજસિંહ નવાજી ઠાકોર (નાનીદાઉ)

અન્ય સમાચારો પણ છે...