મહેસાણા: મહેસાણા હાઇવે પર વાઇડ એંગલ સામે આવેલી ઉમા શિવમ રેસીડેન્સીમાં રહેતા ટ્રાન્સપોર્ટરની 16 વર્ષિય પુત્રીએ સોમવારે સવારે ઘરે એકલી હતી ત્યારે હિંચકાના કડા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. તેણી પાસેથી અશુભ ટાઇટલ સાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણીએ પાંચ વર્ષ પહેલાં પિતાની જે મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપ હતી તે મહિલા, તેના ભાઇ સહિત ચાર શખસોએ એસિડ છાંટી બરબાદ કરી દેવાની આપેલી ધમકીથી ગભરાઇને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. જે અંગે મૃતકના પિતાએ મહિલા સહિત ચાર શખસો સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
ખુશીના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી
શિવમ રેસીડેન્સીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ખેરાળી ગામના જયંતિભાઇ અંબારામ પટેલ સોમવારે સવારે 7 વાગે પત્ની જયશ્રીબેન અને દોઢ વર્ષની નાની દીકરીને લઇ શાકભાજી ખરીદવા ગયા હતા. 16 વર્ષિય દીકરી ખુશી ઘરે એકલી હતી અને પોણા આઠેક વાગે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હોઇ બૂમો પાડવા છતાં ન ખોલતાં ફ્લેટના રહીશોની મદદથી ગેલેરીના દરવાજાથી અંદર જતાં ખુશી હીંચકાના કડા સાથે દુપટ્ટો બાંધી ગળે ટૂંપો ખાધેલો હતો. બી ડિવિઝન પોલીસે તપાસ કરતાં તેના લેંઘામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી.
રૂ.25 લાખ આપી દે અને મહેસાણા છોડી દે તેવી ધમકી આપી
મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સાતેક વર્ષ અગાઉ રમીલાબેન પટેલ સાથે લીવ ઇન રીલેશનશીપથી જોડાયેલા હતા અને બે વર્ષ પછી છુટા પડ્યા હતા. ત્યાર બાદ રમીલાબેન, તેમના પતિ અરવિંદ દેવજી પટેલ, ભાઇ અરવિંદ હીરજી તેમજ નિમેષ શાહ રૂ.25 લાખ આપી દે અને મહેસાણા છોડી દે તેવી ધમકીઓ આપી ઝઘડો કરતા હતા, જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી. પાંચેક મહિના પહેલાં મહેસાણા કોર્ટમાં મુદતે ગયા હતા, ત્યારે ખુશીને ચારે જણાએ ધમકાવી હતી.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, એસિડ છાંટી તારી જિંદગી બરબાદ કરી નાખીશું.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.