મહેસાણા: મહેસાણાના ટ્રાન્સપોર્ટર જયંતિ ભાઇ પટેલની 16 વર્ષની પુત્રી ખુશીએ આપઘાત કર્યાના 24 કલાક જેટલો સમય થવા છતાં આરોપીઓ ધરપકડથી દૂર છે, ત્યારે ખુશીએ લખેલી દોઢ પાનાની ચિઠ્ઠી ભલભલા કઠણ હ્રદયના વ્યક્તિને હચમચાવી મૂકનારી છે. તેણે ચિઠ્ઠીમાં લખ્યા મુજબ ચહેરા પર એસિડ છાંટવાની ધમકી મળી હતી. આખી રાત રડી અને હિંમત હારી જતાં આપઘાતનો વિચાર કરી લીધો. મને તંત્ર પર વિશ્વાસ છે કે મને અને મારા પરિવારને પૂરો ન્યાય મળશે.મહેસાણા હાઇવે પર વાઇડ એંગલ સિનેમા સામે ઓમ શિવમ રેસીડેન્સીમાં રહેતી ખુશીએ રવિવારે ઘરમાં ટૂંપો ખાઇ આપઘાત કયો હતો. આપઘાત પૂર્વે ખુશીએ લખેલી ચિઠ્ઠીમાં જેમાં મારા મોતનું કારણ ચાર જણા છે, જેના નામ પપ્પુ અંકલ, રમીલાબા, અરવિંદદાદા અને મુન્નામામા છે.
મને ભરોસો મારા પરિવારને ન્યાય મળશે
તારા પપ્પાને કીધેલું કે, મહેસાણા છોડી દેવાનું અને 25 લાખ આપવાના કીધા હતા અને અમારા પર કરેલ કેસ પાછો ખેંચવાનું કહેલ જે આજ સુધી કશુ કરેલ નથી તો હવે તારી જિંદગી બરબાદ કરી નાખીશું. મેં કીધુ શું કરશો તો તેઓએ કીધું જેવુ કોલેજની છોકરીનું થયું તેવું તારા મોઢા પર એસિડ નાખીશું અેવી હાલત કરીશું. તેની વાત સાંભળીને ગભરાઇ ગઇ કે હવે શું કરવું. ઘણું વિચાર્યુ કે પપ્પાને આ વાત કરૂ કે ના કરૂ, પણ મેં ઘરમાં કોઇને વાત ના કરી અને મેં જાતે મારો નિર્ણય લઇ લીધો કે હવે મારે જીવવું નથી. કારણ કે મને ધમકી આપેલી કે એસિડ છાંટી દઇશ મોઢા પર. ઘણીવાર આ પગલું ભરવાનો મોકો નતો મળતો, આજે આખી રાત મને ઉંઘ ના આવી. હું આખી રાત રડી અને હિંમત હારી ગઇ. આ પગલું ભરવાનો વિચાર કરી લીધો અને મને તંત્ર પર વિશ્વાસ છે કે મને અને મારા પરિવારને પૂરો ન્યાય મળશે. હું અામના ત્રાસમાંથી છુટી થવા માંગુ છું. મારૂ અમેરિકા જવાનું સપનુ અહીં અધૂરું રહી ગયું. બસ હવે મારી પેન ચાલતી નથી, હું હિંમત હારી ગઇ.
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.