તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પારો અઠવાડિયામાં 40 ડિગ્રી પહોંચશે : હવામાન વિભાગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા:  મહેસાણા જિલ્લામાં ઉનાળો હવે પરચો બતાવી રહ્યો છે. સોમવારે ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે આગામી બે દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે પારો 38 ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ વધતી ગરમી વચ્ચે હાલમાં જિલ્લાવાસીઓ પ્રતિદિન 30 ટન જેટલાં તરબૂચ અને 40 ટન જેટલી શેરડીનો રસ પી જાય છે.
 
ઉનાળો હવે તેના મૂળ સ્વરૂપમાં આવી રહ્યો હોય તેમ સોમવારે બપોરે 1 કલાકે જિલ્લાનું સરેરાશ મહત્તમ 35 ડિગ્રી તથા લઘુત્તમ 21 ડિગ્રી તપામાન નોંધાયું હતું. તે સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 19 ટકાની સાથે પ્રતિ કલાકે 6 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. વધતી ગરમીને પગલે શહેરમાં બપોરના સમયે ધીમે ધીમે પ્રજાનો ઓછો ધસારો જોવા મળી રહ્યા છે. જોકે,  આગામી બે દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં પારો 38 ડિગ્રીએ પહોંચી જશે તેમજ માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચી જવાની શક્યતા હવામાન ખાતા દ્વારા કરાઇ છે.

ગરમીમાં 5 દિવસમાં 7 સાપ દેખાયા
છેલ્લા પાંચેક દિવસમાં શહેરના મોઢેરા રોડ, સોમનાથ રોડ, દેવરાસણ અને રામોસણા રોડ પર સ્થિત રહેણાંક વિસ્તારોમાં 5 કોબ્રા, 1-1 ધામણ અને કાળોતરો મળી કુલ 7 સાપ મળી આવ્યા હોવાની સાથે જેમ જેમ ગરમી વધશે તેમ સાપ દેખાવાની સંખ્યામાં વધારો થવાનું  સેવ સ્નેકર ગૃપના મુકેશ રમેશચંદ્ર જાનીએ જણાવ્યું હતું. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો