મહેસાણાની કોલેજમાં પરીક્ષા પૂર્વે જ ભમરા ઉડ્યા : 4 છાત્રો અને વોચમેનને કરડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: શહેરની નાગલપુર પાટિયા પાસે આવેલી આર્ટ્સ કોલેજમાં શુક્રવારે બપોરે સવા બે વાગ્યા આસપાસ અચાનક ભમરા ઉડતાં અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભમરા કરડવાથી પાંચની તબિયત લથડતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા.
 
નાગલપુર ખાતે અવની સિડ્સ વિદ્યાસંકુલમાં હાલમાં કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ છે. શુક્રવારે સવારનું પેપર પૂરું થઈ ગયું હતું અને બપોરે 3 વાગ્યાની પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓ આર્ટ્સ બિલ્ડીંગમાં લાયબ્રેરી આગળ બેસી વાંચતા હતા. દરમિયાન સવા બે વાગ્યા આસપાસ અહીં ભમરા ઉડતાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ દોડીને રૂમમાં જતા રહ્યા છતાં ભમરાઓએ તેમનો પીછો છોડ્યો નહોતો. 2 વિદ્યાર્થિની, 2 વિદ્યાર્થી અને એક વોચમેનને વધુ ભમરા કરડતાં તેમને ચક્કર આવવા સાથે તેમની તબિયત લથડતાં 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આર્ટ્સ કોલેજના આચાર્ય ડી.આર.પટેલે જણાવ્યું કે, રિશેષનો સમય હતો તે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હોળીનો રંગ ઉડાવતાં તેના કારણે ભમરા ઉડ્યા હતા. જો કે, પરીક્ષા રાબેતા મુજબ લેવાઈ હતી અને જે વિદ્યાર્થીઓને ભમરા કરડ્યા છે તેમની પરીક્ષા બાદમાં 
લઈ લેવાશે.

આમને સારવાર અપાઇ
 શાહ અમર અશોકકુમાર (19)
 પ્રજાપતિ હિરલ વસંતકુમાર (19)
 ચૌધરી વિનય પ્રવિણભાઈ (21)
 વાઘેલા ધરતી અમરતભાઈ (20)
 રમેશભાઈ અસલાલજી બાંડ (45) કોલેજના વોચમેન
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...