તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા: બેન સાથે ખરાબ ધંધા કરો છો? છેડતી કર્યાનો આરોપ લગાવી વેપારીને લૂંટ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: બાઇક પર લિફટ લેવાના બહાને વેપારીને ભીંસમા લઇ છેડતી કર્યાનો આક્ષેપ કરી બદનામ કરવાની ધમકી આપનાર યુવતી અને તેના મળતીયાઓએ રૂ 7 લાખની માંગણી કરી વેપારીના પાકીટમાંથી રૂ 70 હજાર,મોબાઇલ અને બાઇકની લૂંટ કરનાર યુવતી અને કારમા આવેલા તેના 3 શખસો વિરૂધ્ધ પોલીસે લૂંટનો ગુનો નોધ્યો છે.
બાઇક પર લિફ્ટ માંગતા તેમને લીફ્ટ આપી હતી
શહેરના મોઢેરારોડ પર નિરમા ફેકટરીની બાજુમાં દુર્ગા ટ્રેડીંગ કંપની ધરાવતા ભરતભાઇ કુબેરભાઇ પટેલ બુધવારે બપોરે મોઢેરા ચોકડી પર આવેલ રામઝુપડીમાં જમીને દુકાને પરત ફરી રહ્યા હતાત્યારે અગાઉથી માર્ગ પર ઉભેલી યુવતીએ તેમને અટકાવી બાઇક પર લિફ્ટ માંગતા તેમને લીફ્ટ આપી હતી.ત્યારે પાછળથી ઓવરટેક કરીને આવેલ એક્ષયુવી કારમાંથી લાકડીઓ લઇને ઉતરેલા 3 વ્યક્તિઓએ વેપારીને બાઇક પરથી નીચે ઉતારી યુવતીની છેડતી કરે છે તેમ કહીને ભીંસમા લીધો હતો.
ખરાબ ધંધા કરો છો આબરૂના ધજાગરા કરી નાખીશુ
વેપારી કાઇ સમજે તે પહેલા આ શખ્શોએ બેન સાથે ખરાબ ધંધા કરો છો આબરૂના ધજાગરા કરી નાખીશુ તેમ કહી રૂ 7 લાખની માંગણી કરી હતી.અને વેપારીના ખિસ્સામાંથી આ શખ્શોએ રોકડ રૂ 70હજાર ભરેલુ પાકીટ,મોબાઇલ અને બાઇકની લૂંટ કરી હતી.આ અંગે વેપારીએ પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના 3 સાથીઓ વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...