તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદના કાર્યાલયને તાળુ મારનાર 17 કોંગ્રેસીઓ સહિત 60 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: કોંગ્રેસે નોટબંધીના વિરોધમાં સાંસદ જયશ્રી પટેલના કાર્યાલયને તાળુ મારી બોર્ડ તોડવાના બહુચર્ચિત કેસમાં સ્થાનીક પોલીસે એક જ કેસમાં ,એક જ દિવસે 17થી વધુ કોગ્રેસીઓ વિરૂધ્ધ નોંધેલી 2 ફરિયાદો અને તે અંતર્ગત હાથધરાયેલી કાર્યવાહી ચર્ચાસ્પદ બની છે.પોલીસે સરકારી કામકાજમા રૂકાવટ સહિતની કલમો અંતર્ગત 4 કોગી આગેવાનોની ધરપકડ કરી હતી જ્યારે અન્યોને ઝડપી લેવા આખીરાત માથે લીધી હતી.

જિલ્લા કોગ્રેસના આગેવાનોએ રવિવારે સ્થાનીક પોલીસને ઉંઘતી રાખી જિલ્લા પંચાયતની સામે આવેલ સાંસદ જયશ્રી પટેલના બંધ કાર્યાલયની બહાર સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી કરી કાર્યાલયને તાળુ મારી બોર્ડ તોડી નાખવા સંબધે સ્થાનીક પોલીસે બપોરે 2 કલાકે શહેર એ ડીવીજન પોલીસે જિલ્લા કોગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલા,જિ.પં.પ્રમુખ રણજીતસિંહ સહિત 17થીવધુ કોગીઆગેવાનોને કલમ 68 મુજબ ધરપકડ બાદ મુકત કર્યા હતા અને તે સંબધે સ્ટેશન ડાયરીમા નોંધ કરી હતી.

ત્યાર બાદ શહેર પોલીસ મથકના એએસઆઇ શરીફખાન રસીદખાને આજ કેસમા 8.40 કલાકે 17 કોગી આગેવાનો અને 50ના ટોળા વિરૂધ્ધ સરકારી કામકાજમા રૂકાવટ સહિતના મુદ્દે વધુ એક ફરિયાદ નોંધાવતા રાજકીય રંગ પકડાયો હતો. જેમાં પોલીસે મોડીરાત્રે યુથ કોગ્રેસ પ્રમુખ જીતુ નારણભાઇ ચૌધરી, કોષાધ્યક્ષ ખોડાભાઇ અંબારામ પ્રજાપતિ,મનીષભાઇ રાજગોર અને કૌશલ બારોટની તેમના ઘરેથી ધરપકડ કરી હતી જ્યારે અન્ય કોગીઓને ઝડપી લેવા રાતભર કસરત કરી હતી.

જિલ્લા પંચાયતની કચેરીમા બેસીને બનાવ્યો પ્લાન
પોલીસે નોંધેલી પોલીસ ફરિયાદમા જિલ્લા પંચાયતની કચેરીને મુખ્ય કેન્દ્ર બનાવી હતી.જેમાં કોગ્રેસીઓએ જિલ્લા પંચાયતની કચેરીમાં આગોતરી મીટીંગનું આયોજન કરી ગુનાહિત કાવતરૂ રચ્યું હતું.જેમા તેઓ પ્લાન મુજબ ગે.કા.મંડળી બનાવી ભાજપના સાંસદ જયશ્રીબેનના સુવિધા કેન્દ્ર પર આવી બળપ્રયોગ કરી પોલીસને ફરજમા અડચણ ઉભી કરી ઓફિસના વરંડા તથા ગેટ કુંદી ઓફિસની બહાર લગાવેલ બોર્ડની તોડફોડ કરી નુકશાન કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...