મહેસાણામાં ગોદડીમાં વિંટાળેલી 14 વર્ષની કિશોરીની લાશે રહસ્ય સર્જ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા:  શહેરના બિલાડીબાગની સામે કારકુન ચાલીની દીવાલ પાસે સોમવારે સાંજે ગોદડીમા વિંટાળેલ 14વર્ષની કિશોરીની મળી આવેલી લાશે રહસ્ય સર્જયું છે.કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યાના અનુમાન વચ્ચે સિવિલમાં મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ કિશોરીના મૃત્યુનુ સાચુ કારણ જાણી શકાશે. લાશ પાસે લાલ કપડામાં શ્રીફળ,ચોખા,કંકુ બાંધેલુ જોતા કિશોરી પર વિધિ થયાનું પણ મનાઇ રહ્યું છે.
  
કારકુન ચાલીની દીવાલ પાસે અને જય વિડિયોની ઓફિસથી કેટલેક દુર સોમવારે સાંજે 5 વાગ્યે ગોદડીમાં કાંઇક વિટાળેલુ જોઇ રાહદારીએ શંકાને આધારે ગોદડી ખોલતા જ બુમ પાડી ઉઠ્યો હતો.જેમા જાંબલી રંગનો ડ્રેસ અને પીળા રંગના દુપટ્ટાે ઓઢેલ ગોદડીમાં વિટાળેલી 14 વર્ષની કિશોરીની લાશ જોઇ ઘટના સ્થળે ટોળા જામ્યા હતા.લાશની બાજુમા લાલ રંગના પોટકામાં કંકુ,શ્રીફળ અને જમવાની સામગ્રી પડેલી જોઇ કિશોરી પર વિધિ થયાનું મનાઇ રહ્યું હતુ.

સાથોસાથ એવી પણ ચર્ચા હતી કે,ઇદ નિમિતે બિલાડી બાગમાં કિશોરી આવી હોય અને તેના પર દુષ્કર્મ બાદ ગળે ટૂંપો આપીને હત્યા કરાઇ હોઇ શકે.અજાણ્યા વ્યક્તિઓ ગાડીમા આવી કિશોરીની લાશ ફેંકી ગયાની ચર્ચાઓ વચ્ચે ઘટના સ્થળે પહોચેલ શહેર એ ડીવીજન પીઆઇ જાડેજા રિક્ષામાં લાશને મહેસાણા સિવિલમા મોકલી આપતા મામલતદારે લાશનું પંચનામુ કર્યુ હતુ જેમા રાત પડી જતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી મંગળવાર પર મુલત્વી રખાઇ હતી.પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે મરનારના શરીર પર ઇજાના કોઇ નિશાન નથી.હત્યાનુ સાચુ કારણ પોસ્ટમોર્ટમના રીપોર્ટ પરથી જાણ શકાય.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો