• Gujarati News
  • બ્રાહ્મણવાડામાંથી રૂ.૯૩ હજારનો દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો : બે નાસી છૂટયા

બ્રાહ્મણવાડામાંથી રૂ.૯૩ હજારનો દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો : બે નાસી છૂટયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે ઊઝા પોલીસે રવિવારે સવારે બ્રાહ્મણવાડા ગામેથી રૂ.૯૩ હજારની કુલ ૭૯૫ બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જયારે બે શખ્સો નાસી છૂટયા હતા.
ઊઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ઠાકોર ચંદુજી રત્નાજી ઉર્ફે સી.આર.ના ઘરે વિશોળનો ઠાકોર ભાથુજી રામાજી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાની બાતમી મળતાં ઊઝા પીઆઈ એમ.એચ.પુવાર સહિત સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન રવિવારે સવારે મોટા ઠાકોર વાસમાં ચંદુજીના ઘરે રેડની કાર્યવાહી કરતાં જીજે-૧-કેએચ-૬૪૬૩ નંબરની કારમાંથી વિદેશી દારૂની ૭૫૦ નાની તેમજ તેમજ ૪૫ મોટી બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૯૩ હજારની કમિંતનો વિદેશી દારૂ તથા કાર મળીને રૂ.૨.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોહતો. પોલીસે ઠાકોર નરેશજી બાસ્કુજીને ઝડપી લીધો હતો જયારે ચંદુજી તથા ભાથુજી નાસી છૂટયા હોઈ ઊઝા પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.