• Gujarati News
  • કાર્યવાહી | િજલ્લામાં ફાર્માસિસ્ટ વગર ધમધમતાં મેડીકલ સ્ટોર્સ સામે પગલાં

કાર્યવાહી | િજલ્લામાં ફાર્માસિસ્ટ વગર ધમધમતાં મેડીકલ સ્ટોર્સ સામે પગલાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરસહિત જિલ્લામાં ફાર્માસિસ્ટની હાજરી વગર મેડીકલ સ્ટોર્સ ધમધમતી રહ્યા હોવાની ઉઠી રહેલી રાવ વચ્ચે ફાર્માસિસ્ટ સહિતના વિવિધ કારણોસર જિલ્લામાં ૩૮ જેટલા મેડીકલ સ્ટોર્સના લાયસન્સ હંગામી ધોરણે રદ કરવામાં આવ્યા છે. જ્યારે નવ મેડીકલ સ્ટોર્સના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.

સરકારના ડ્રગ્સ એન્ડ કોમ્સેટીક્સ એક્ટ ૧૯૪૦ સેકશન(૧૫)સી મુજબ મેડીકલ સ્ટોર્સમાંથી દવાના વેચાણ માટે ફાર્માસિસ્ટની હાજરી ફરજીયાત હોવી અનિવાર્ય છે. ફાર્માસિસ્ટની હાજરી વગર દવાનું વેચાણ કરવું ગેરકાયદેસર છે. જોકે આમ છતાં મેડીકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટની હાજરી વગર ધમધમી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. જે સંદર્ભે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા તાજેતરમાં મામલે કરાયેલી તપાસમાં બહાર આવેલી ક્ષતિઓને પગલે જિલ્લામાં આવેલા ૩૮ જેટલા મેડીકલ સ્ટોર્સના લાયસન્સ હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે નવ જેટલા મેડીકલ સ્ટોર્સના લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયા હોવાનું કચેરી સુત્રોએ જણાવ્યું હતું.

કાયદાની છટકબારીઓશોધી લેભાગુ સંચાલકો દ્વારા ફાર્માસિસ્ટ વગર મેડીકલ સ્ટોર્સ ચલાવાતા હોવાના મામલે આગામી 25મીને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે ફાર્મા એસો. દ્વારા વિરોધ પ્રદર્શિત કરાશે. જો તંત્ર દ્વારા મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે કરાશે વિરોધ

દવા વેચાણ માટે શું છે નિયમ?

-દવાનાહોલસેલવેચાણ માટે ફાર્માસિસ્ટ અનિવાર્ય નથી.

-મેડીકલસ્ટોર્સપર ફાર્માસિસ્ટની હાજરી વગર દેવા વેચાણ કરી શકાય નહીં.

-દવારાખવાયોગ્ય તાપમાન તથા ફ્રીજની વ્યવસ્થા જરૂરી

-તબીબનાપ્રિસ્ક્રીપ્શનવગર દવા આપી શકાય નહીં.

-દવાનોડોઝક્યારે કેટલો લેવો? દર્દીને સમજણ આપવી જરૂરી

-દવાવેચાણસાથે બિલ આપવું ફરજીયાત

જિલ્લામાં 38 મેડીકલ સ્ટોર્સના હંગામી લાયસન્સ સસ્પેન્ડ, નવનાં કાયમી રદ