• Gujarati News
  • ગૌતમનગરનો ઉબડખાબડ રોડ નવો બનાવવાનું કામ શરૂ કરાયું

ગૌતમનગરનો ઉબડખાબડ રોડ નવો બનાવવાનું કામ શરૂ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોઢેરા રોડ પર આવેલી લકીપાર્ક સોસાયટી પાછળથી પસાર થતા ગૌતમનગર સોસાયટી સુધીના છેલ્લા એકાદ વર્ષથી બિસમાર રસ્તા પર નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતાં વિસ્તારની 25 જેટલી સોસાયટીઓના રહીશોને રાહત થશે.

ભૂગર્ભગટરના પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી લકીપાર્ક સોસાયટી પાછળથી ગૌતમનગર સોસાયટી સુધીના સીસી રોડને તોડીને અહીં ગટરલાઈન નાખવામાં આવી હતી. છેલ્લા એકાદ વર્ષથી અવારનવાર કરાયેલા ખોદકામથી બિલકુલ ઉબડખાબડ થઈ ગયેલા રસ્તાના કારણે વિસ્તારના રહીશો ભારે પરેશાન થઈ રહ્યા હતા. ઉપરાંત અહીં નવો રોડ બનાવવા માટે છેલ્લા વીસેક દિવસથી જૂનો સીસી રોડ ખોદવાની કામગીરી ચાલતી હોઈ વાહનચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા હતા. જો કે, હવે રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે અને એકાદ મહિનામાં રોડ બની જશે એટલે વાહનચાલકો, રાહદારીઓને રાહત થઈ જશે.

ખરાબરસ્તાના કારણે કેટલાય લોકો પટકાયા

વિસ્તારનાગિરીશભાઈ મોદી સહિતે જણાવ્યું હતું કે, ઉબડખાબડ રસ્તા પરથી વાહનચાલકો માંડ પસાર થતા હોય છે. જ્યારે વડીલોને તો ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડી છે. વડીલો તેમજ કેટલાય સ્કૂટર ચાલકો તેમજ સાયકલ લઈને પસાર થતા વિદ્યાર્થીઓ પડી જવાના અને ઈજા થવાના બનાવ પણ બન્યા છે.

સમસ્યા : 25 સોસાયટીના વાહનચાલકો, રાહદારીઓ પરેશાન

ઉબડખાબડરસ્તાપરથી અહીંની મહેશ્વરી, મોઢેરાનગર, તિરૂપતિ, ઈષ્ટકૃપા, કુમકુમનગર, કામેશ્વર, ચંદ્રલોક, ઓમકાર સહિતની 20થી 25 જેટલી સોસાયટીઓના રહીશોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે. રસ્તા પરની દુકાનોના વેપારીઓને પણ ધંધા પર માઠી અસર થઈ છે.

ઉકેલ: એકાદ મહિનામાં નવો સીસી રોડ બની જશે

પાલિકાદ્વારાઅહીં અંદાજીત 42 લાખના ખર્ચે 7.5 મીટર પહોળો અને 620 મીટર લાંબો નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જે એકાદ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના હોઈ નવો રોડ બની જતાં સમસ્યાનો ઉકેલ થઈ જશે.

નવો સીસી રોડ બનાવવાની હાથ ધરાયેલી કામગીરી.