• Gujarati News
  • રખડતાં પશુઓ અંગે સરકાર કાંઇ નહીં કરે જનતાએ જાગવું પડશે

રખડતાં પશુઓ અંગે સરકાર કાંઇ નહીં કરે જનતાએ જાગવું પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંરખડતાં પશુઓને ડબે પૂરવા સહિતની કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં નઘરોળ નગરપાલિકા તંત્ર ગણકારતું નથી. હાલ દીપાવલી તહેવારો આવતાં હોઇ શહેરની બજારો તેમજ મુખ્ય માર્ગો પર લોકોની ભારે અવર જવર રહેતી રખડતાં પશુઓને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. બીજીતરફ પશુઓ અડ્ડા જમાવને બેસી જતાં હોઇ રસ્તા ઉપર ટ્રાફિકજામ થઇ જાય છે. તંત્રની ઢીલીઢસ કાર્યવાહી સામે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરને એસએમએસ કરીને લોકોએ તંત્ર પ્રત્યે રોષ પ્રગટ કરતાં જણાવ્યું કે, રખડતાં પશુ મામલે સરકાર કાંઇ કરવાની નથી, પ્રજાએ જાગવું પડશે.