• Gujarati News
  • ~ 6 હજારની લાંચ માગનાર મોઢેરાના જમાદાર એસીબીના સાણસામાં

~ 6 હજારની લાંચ માગનાર મોઢેરાના જમાદાર એસીબીના સાણસામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છકડોરિક્ષાને થયેલા અકસ્માતમાં ચાલકનો બચાવ કરવા માટે નવરચિત મોઢેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયંતિભાઇ મફતલાલ મકવાણાએ રૂ.6 હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે મહેસાણા એસીબી દ્વારા શનિવારે સાંજે મોઢેરા બસ સ્ટેન્ડ પાસે છટકું ગોઠવ્યું હતું, પરંતુ છટકાની ગંધ આવી જતાં હેડ કોન્સ્ટેબલ નાણાં સ્વીકાર્યા વિના સ્કૂટર લઇને ભાગી છૂટ્યો હતો. આથી મહેસાણા એસીબી પોલીસે તેમની હેકો.વિરુદ્ધ નાણાંની માંગણી અંગેની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બહુચરાજી તાલુકાના અજબપુરા ગામના કનુજી પોપટજી ઠાકોર ગત 26 સપ્ટેમ્બરે છકડો લઇને જતા હતા, ત્યારે મોઢેરા નજીક અકસ્માતમાં બાઇકસવારને ઇજા થતાં તેમની વિરુદ્ધ મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. બનાવની ...અનુસંધાનપાન-8

તપાસકરતાં હેડ કોન્સ્ટેબલ જયંતિભાઇ મફતલાલ મકવાણાએ અકસ્માતના કેસમાં હેરાન નહીં કરવાના બદલામાં લાંચ પેટે રૂ.10 હજારની માંગણી કરી હતી. જેમાં ગત 9મી ડિસેમ્બરે હેકો. જ્યંતિભાઇને મળવા ગયેલા કનુજીએ પોતે ગરીબ હોઇ રકમ ઘટાડવા વિનંતી કરી પ્રથમ રૂ.2 હજાર આપ્યા હતા, જ્યારે બાકીના રૂ.6 હજાર શનિવારે આપવાનો વાયદો કર્યો હતો. જોકે, હવે લાંચની રકમ આપવા નહીં માંગતા કનુજીએ મહેસાણા એસીબીમાં ફરિયાદ આપી હતી. જેને પગલે એસીબી પીઆઇ સિંધીએ શનિવારે સાંજે 5-30 કલાકે મોઢેરા એસટી સ્ટેન્ડ પર છટકું ગોઠવ્યું હતું. અગાઉથી નિયત કર્યા મુજબ હેકો. જયંતિભાઇ અહીં આવ્યા હતા, પરંતુ તેમને શંકા જતાં કનુજીને પોતાના સ્કૂટર પર બેસી આગળ જવા કહ્યું હતું. જોકે, પોલીસકર્મી નાસી જવાના ભય વચ્ચે નજીકમાં હાજર એસીબી પોલીસે તેને ઝડપી લીધો હતો. હાલના તબક્કે એસીબીએ હેકો.જ્યંતિભાઇ વિરુદ્ધ નાણાંની માંગણી કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેકોર્ડિગ એફએસએલમાં મોકલાયું

ટ્રેપપહેલાંએસીબીએ ફરિયાદી કનુજીના શર્ટ પર લગાવેલા કેમેરામાં રેકોર્ડ થયેલી વાતચીત અને દ્રશ્યોને ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

{અજબપુરાના છકડા ચાલકને અકસ્માતના કેસમાં હેરાન નહીં કરવા રૂ.10 હજાર માગ્યા હતા, બે હજાર આપ્યા હતા

{મોઢેરા બસ સ્ટેન્ડ પાસે નાણાં સ્વીકારે તે પહેલાં ગંધ આવી જતાં સ્કૂટર પર બેસી ભાગ્યા

{નાણાંની માંગણી અંગેની ફરિયાદ નોંધાઇ