• Gujarati News
  • વિતરણના અભાવે સડી રહ્યા છે લાખોની કિંમતનાં રમતના સાધનો

વિતરણના અભાવે સડી રહ્યા છે લાખોની કિંમતનાં રમતના સાધનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપવા કરોડોનો ખર્ચ કરી રહી છે ત્યારે એક વર્ષ અગાઉ સ્વામી વિવેકાનંદ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી વોલીબોલની કીટ ભરેલા કોથળા વિતરણના અભાવે જિલ્લા રમત-ગમત પશિક્ષણ કેન્દ્ર અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના બંધ રૂમોમાં કોંહવાઇ રહ્યા છે.
જિલ્લા પોલીસ હેડ કવા‌ર્ટર સામે આવેલા પી.ડબલ્યુ.ડી. સ્ટાફ કવાટ‌ર્સમાં કાર્યરત જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના ત્રણ રૂમો તેમજ જર્જરીત ગેલેરીમાં થોકબંધ ખડકાયેલા અને કોંહવાઇ રહેલા પ્લાસ્ટીકના કોથળાઓમાંથી બહાર ડોકાતી ધુળભરેલી વોલીબોલની કીટ્સ તેમજ કોંહવાયેલા સ્કીપીગ (દોરડા)ની દુર્દશા એક વર્ષ બાદ પણ તંત્રના ધ્યાને આવી નથી. રાજ્ય સરકાર હસ્તક સ્પો‌ર્ટસ્ ઓથોરીટી ઓફ રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ વર્ષની ઉજવણીના ભાગરૂપે રમત-ગમતને પ્રત્સાહન આપવા એક વર્ષ અગાઉ મહેસાણા જિલ્લામાં વોલીબોલ, નેટ, હવા ભરવાનો પમ્પ તેમજ સ્કીપીંગ અનુસંધાનપાના નં.8..
(દોરડા)નીતૈયાર કરેલી કીટ ફાળવવામાં આવી હતી. જેમાં રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ મહેસાણા પ્રાથમિક શિક્ષણ વિભાગે સંયુકતપણે જિલ્લાના તમામ ગામોના ૧૧૨૧ જેટલા યુવક, મહિ‌લા મંડળોની રચના કરી તેના વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના ત્રણ રૂમો તેમજ ગેલેરીની સાથોસાથ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના એક રૂમમાં ભરેલી લાખોની કિંમતની કોંહવાયેલી કિટ્સ જોતાં તેનું વિતરણ થયું છે કે કેમગ્ક્ર્‍ર્‍ૂ; તે સવાલ સર્જા‍યો છે.
જવાબદારીમાંથી છટકી રહેલા અધિકારીઓના છે જવાબ
કીટના વિતરણ બાબતે હું અજાણ છું : સિનિયર કોચ
જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રમાં વિતરણ વિના વોલીબોલની કીટ્સ કોંહવાઇ રહી છે તે કચેરીના સિનિયર કોચ પરેશભાઇ પટેલે તમામ જવાબદારી અગાઉના સિનિયર કોચ પર ઢોળતાં જણાવ્યું હતું કે, હું તો એપ્રિલ મહિ‌નામાં હાજર થયો છું. કીટના વિતરણ અંગે મને કોઇ ખ્યાલ નથી. અગાઉના સિનિયર કોચને બાબતે ખબર હશે. હાલમાં ઓફિસનું મકાન જર્જરીત હોઇ અન્ય મકાન માટે માગણીની કાર્યવાહી ચાલુ છે.
રૂમ અમારો પરંતુ ચાવી જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર પાસે : પ્રાથમિક શિક્ષણાધિકારી
મહેસાણા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એલ. રાવલે જણાવ્યું હતું કે, અમારી કચેરીના એક રૂમમાં વોલીબોલની કિટ્સ ભરેલી છે. પરંતુ તેની ચાવી જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર પાસે રહેતી હોઇ અમને