• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . મહેસાણા સાબરકાંઠાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પાછોતરા વરસાદે અનેક ઠેકાણે જળબંબ

ભાસ્કર ન્યૂઝ . મહેસાણા સાબરકાંઠાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પાછોતરા વરસાદે અનેક ઠેકાણે જળબંબાકાર થઇ ગયા છે ત્યારે ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા વિજયનગર પંથકમાં બુધવારે દોઢ કલાકમાં...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઅને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ૩૬ કલાકથી વરસાદ બંધ થયો હોવા છતાં વિશ્વામિત્રી નદીનું પાણી હજી ઓછું થવાનું નામ લેતું નથી. જેના કારણે શહેર માથે પૂર સંકટ યથાવત્ રહ્યું છે. જોકે પૂરની અસર કેવી હશે તે બુધવારની રાત પર નિર્ભર રહેશે. ખાસ કરીને આજવાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ કેવો રહે છે તેના પર બધો મદાર રહેલો છે. પૂરની આવી સ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 30 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વડોદરામાં આવેલા પૂરથી શહેર જાણે થંભી ગયું હતું. વિશ્વામિત્રીના રૌદ્ર સ્વરૂપમાં આજે શહેરના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી પ્રવેશ્યાં હતાં. ખાસ કરીને શહેરની ઉત્તરે આવેલ હરણીથી લઈ દક્ષિણે આવેલ જામ્બુવા સુધીના સમગ્ર વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બંને કાંઠે આવેલા વિસ્તારો પૂરનાં ધસમસતાં પાણીએ ધમરોળી નાખ્યા હતા.
પૂરની સ્થિતિમાં વિતેલા ૩૬ કલાકથી શહેરમાં વરસાદ બંધ થયો છે. જ્યારે બીજી તરફ બુધવારે સવારે 5.30 કલાકથી આજવાના 62 દરવાજા બંધ કરી પાણીનો પ્રવાહ અટકાવવામાં આવ્યો છે. તેમ છતાં દરિયામાં હાલ હાઈટાઇડ (ભરતી)ની સ્થિતિ હોઈ વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટે સતત સ્થિર રહી હતી. જેના કારણે શહેરમાં પૂરની સ્થિતિ યથાવત્ રહી હતી.
...અનુસંધાનપાના નં.11
જોકેઆવતી કાલે શું થશે તેનો મદાર બુધવાર રાત્રે કેવાં સમીકરણ રચાય છે તેના પર નર્ભિર બન્યો છે.
કોટેશ્વરના8 યુવાનોએ 300 લોકોની જિંદગી બચાવી
વિશ્વામિત્રીમાંઆવેલા ભયાનક પૂરના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, ત્યારે પૂરમાં ફસાયેલાં લોકોને બચાવવાનું કાર્ય શરૂ કરાયું છે. જોકે તંત્રની પરવા કર્યા વગર શહેરના વડસર વિસ્તારમાં આવેલા કોટેશ્વર ગામના આઠ યુવાનોએ પૂરનાં પાણી વચ્ચે તરાપા દ્વારા 300 લોકોને સલામત સ્થળે ખસેડયાં હતાં. યુવાનોએ સવારના સમયે લોકોને ખસેડી લીધા બાદ બપોરે પશુ અને રેશનની સામગ્રી પણ તરાપા દ્વારા સલામત સ્થળે લઇ ગયા હતા. પૂરમાં પણ ખમીર બતાવીને યુવાનોએ પોતાનો બચાવ જાતે કરી લીધો હતો.
મંગળવારે જેમ જેમ વિશ્વામિત્રીની સપાટી વધતી રહી હતી તેમ તેમ નદીકાંઠે આવેલા વિસ્તારો અને ગામો પાણીમાં ગરકાવ થવા માંડયાં હતાં. શહેરના વડસર વિસ્તારમાં પ્રખ્યાત કોટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા કોટેશ્વર ગામમાં પણ મંગળવારે રાતથી પૂરનાં પાણી પ્રવેશી ગયાં હતાં. બુધવારે વહેલી સવાર સુધીમાં ગામનાં 50 મકાનોમાંથી