• Gujarati News
  • ચાંદખેડાનામોટેરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે ધાબા પરથી

ચાંદખેડાનામોટેરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે ધાબા પરથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડાનામોટેરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે ધાબા પરથી યુવતીના ઘરમાં ઘૂસી ચપ્પાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી હતી. યુવતીને બચાવવા વચ્ચે પડનારા તેના એક ભાઈ અને બહેન પર યુવકે ચપ્પાના જીવલેણ ઘા ઝીંકી એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા.
શાલીગ્રામ બંગ્લોઝના સુરેશ પાટીલ મહેસાણા ઓએનજીસીમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં મોટી દીકરી ગાયત્રી (ઉં.26), હિના (ઉં.22) અને દીકરો શિવમ છે. સાબરમતીમાં જવાહર ચોક પાસે રહેતો ભરત ઉર્ફે જસ્ટીન પરમાર નામનો યુવક હિનાને એકતરફી પ્રેમ કરતો હતો. હિનાએ ભરતના પ્રેમનો ઈન્કાર કરતાં અદાવતમાં રાત્રે ભરત ધાબા પરથી હિનાના ઘરમાં આવ્યો હતો. સમયે હિના, તેની બહેન ગાયત્રી અને ભાઈ શિવમ ઉપરના માળે હતા. પિતા નોકરીએ હતા જ્યારે માતા નીચેના રૂમમાં સૂતા હતા. ધાબાનો દરવાજો ખખડતાં હિના દરવાજો ખોલવા ઉપર ગઈ ત્યારે ભરતે તેના પર ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.શિવમ ઉપર ગયો ત્યારે તેણે બહેન પર થતા હુમલા જોઈ વચ્ચે પડ્યો ત્યારે ભરતે તેના પર પણ હુમલો કર્યો. ગાયત્રી પણ ઉપર આવતા તેની પર પણ હુમલો કરી ભરત કૂદીને ભાગી ગયો હતો. માતા ઉપર આવી બે દીકરીઓ અને દીકરાને ઘાયલ જોતા 108માં ત્રણેયને એપોલો હોસ્પિટલ ખસેડાતા, હિનાને મૃત જાહેર કરાઈ હતી. ચાંદખેડાના પીઆઈ એમ.યુ.મસીએ કહ્યું કે,‘ એકતરફી પ્રેમમાં ભરતે હિનાની હત્યા કરી છે. મૃતક હિનાની મોટી બહેન ગાયત્રીની ફરિયાદના આધારે આરોપી ભરતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.’
એકતરફી પ્રેમ |ધાબા પરથી યુવતીના ઘરમાં ઘૂસી ચપ્પાનાં ઘા ઝીંક્યા
{વચ્ચે પડેલા ભાઈ-બહેન પર પણ હુમલો
ચાંદખેડામાં યુવકે યુવતીની હત્યા કરી