• Gujarati News
  • મંડાલીમાંથી ~ 33 હજારનો દારૂ ઝડપાયો

મંડાલીમાંથી ~ 33 હજારનો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનામંડાલી ગામે શાહરૂખ કુરેશી નામનો શખ્સ બહારથી વિદેશીદારૂનો જથ્થો મંગાવી છુટકમાં વેચતો હોવાની બાતમીના આધારે લાંઘણજ પોલીસે અહીં રેડ કરી રૂ.33,100નો વિદેશી દારૂ કબજે કર્યો હતો....અનુસંધાન પાન-9



જોકે,બુટલેગર પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. અા અંગે લાંઘણજ પોલીસ મથકમાં ગુનો નોધાયો છે.

મંડાલી ગામનો શાહરૂખ સાબીરભાઇ કુરેશી વિદેશીદારૂનો જથ્થો મંગાવી છુટકમાં વેચતો હોવાની બાતમી આધારે લાંઘણજ પીએસઆઇ જે.એચ.સિંધવ સહિત પોલીસે અહીં ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે બુટલેગરના મકાનમાં ચકાસણી કરતાં અહીથી રૂ.30,700 કિંમતની વિદેશીદારૂની 151 બોટલ તેમજ બિયરના 24 ટીન મળી કુલ રૂ. 33,100નો મળી આવ્યો હતો. જ્યારે બુટલેગર શાહરૂખભાઇ કુરેશી પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. અંગે લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.