ભાસ્કર ન્યૂઝ.મેઉ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મેઉ

મહેસાણાતાલુકાના મેઉ, મુલસણ, આનંદપુરા, લક્ષ્મીપુરા તથા બદલપુરા ગામના આશરે બસોથી વધારે વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે ગોઝારિયા જાય છે. તથા નોકરિયાત વર્ગ ગોઝારિયા, ગાંધીનગર તથા અમદાવાદ જવા માટે અપ-ડાઉન કરે છે. પરંતુ અેસટી નિગમ દ્વારા અગાઉ મેઉ રૂટ પર ચાલતી બે બસ કોઇપણ કારણોસર બંધ કરી દેવાતાં મુસાફરો સહિતે હાલાકી વેઠવી પડી રહી છે.

રૂટ પર એસટી નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ ફાળવાયા છે, પરંતુ રૂટ પર પૂરતી બસો નહીં ફાળવાતાં વિદ્યાર્થીઓને નાછુટકે બસના છાપરા પર બેસીને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. મામલે બસના ડ્રાઈવર તથા કંડકટરના જણાવ્યા મુજબ, પહેલાં રૂટ પર ત્રણ બસો દોડતી હતી અને કોઈ કારણોસર 2 બસોના રૂટ બંધ કરી દેવાયા છે. આથી હાલ એક બસ સ્કૂલના ટાઈમે હોવાથી વિદ્યાર્થી તથા નોકરિયાતને મુશ્કેલીઓ વેઠવી પડે છે. મેઉ તથા આજુબાજુના ગામોના લોકોની માગણી છે કે, જે બે બસો બંધ કરાઇ છે તે બસો કરવામાં આવે. હાલ બસના અભાવે છાત્રો સ્કૂલ સમયસર નહીં પહોંચી શકતાં અભ્યાસ બગડતો હોય છે. અને એસટી પાસ હોવા છતાં ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ગાંધીનગર- મહેસાણા બસ સાંજે 5:15 કલાકે મેઉ આવતાં બસની અંદર તથા બસની છત ઉપર વિદ્યાર્થીઓ બેઠા હતા. તંત્ર દ્વારા 5મી ડિસેમ્બર સુધીમાં બંધ કરેલી બસો ચાલુ નહીં કરાય તો મેઉ, મુલસણ, લક્ષ્મીપુરા, આનંદપુરા તેમજ બદલપુરા ગામના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો દ્વારા બસ રોકો આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

{મહેસાણા એસટી તંત્રની મનમાનીથી છાત્રોને હાલાકી

ગાંધીનગર- મહેસાણા બસ મેઉ આવતાં બસની અંદર તથા બસની છત ઉપર વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. વિદ્યાર્થીઓને જીવના જોખમે બસના વાપરે બેસવું પડે છે. /એમ.એલ.ચાવડા

5મી સુધીમાં ચાલુ કરાય તો બસ રોકો આંદોલન

મેઉની બે એસટી બસ બંધ કરી દેવાતાં મુસાફરોમાં રોષ