• Gujarati News
  • પાલાવાસણામાં બે જૂથ વચ્ચે અથડામણ

પાલાવાસણામાં બે જૂથ વચ્ચે અથડામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલાવાસણાગામે સોમવારે બપોરે અગાઉના ઝઘડાની અદાવતમાં બે કોમ વચ્ચે સર્જાયેલી જૂથ અથડામણમાં ચારથી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બન્ને પક્ષોએ નોંધાવેલી ફરિયાદમાં કુલ 13 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે .

મહેસાણા નજીક પાલાવાસણા ગામે રહેતા નિકુલભાઇ સવજીભાઇ રબારી પોતાની ગાડીમાં સોમવારે બપોરે 11.30 કલાકે તારાબહેન ઠાકોરના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે અહીં અપશબ્દો બોલતા વ્યકિતઓને ઠપકો આપતાં મામલો ગરમાયો હતો. જેમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી હાજર શખ્સોએ નિકુલભાઇના માથામાં તલવારનો ઘા મારતા તે જમીન પર ફસડાઇ પડ્યા હતા. સાથે હાજર વ્યક્તિની મદદથી ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવાઇ રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ તેમની ગાડીના કાચ તોડી ગળામાંથી સોનાનો બે તોલાનો દોરો તેમજ રોકડ મળી કુલ રૂ.52500ની લૂંટ આચરી હતી. ઉપરોકત બનાવના પગલે ઘટનાસ્થળે દોડી ગયેલા સવજીભાઇ રબારી સહિતે કરેલી બોલાચાલીના પગલે બન્ને પક્ષો આમને સામને આવી જતાં થયેલા હુમલામાં અજય ઠાકોર, તારાબહેન ઠાકોર સહિતને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. ગ્રામજનોની દરમિયાનગીરીને પગલે મામલો થાળે પડ્યા બાદ બન્ને પક્ષોએ મહેસાણા તાલુકા ..અનુસંધાનપેજ-08



પેજ-10

પાલાવાસણામાં....

પોલીસ મથકમાં કુલ 13 શખ્સો વિરુધ્ધ રાયોટીંગ તેમજ લૂંટનો ગુનો નોધાવતાં પીઆઇ જે.વી.સોલંકીએ તપાસ હાથ ધરી છે.

બોક્ષ :કોના વિરુધ્ધ ગુનો નોંધાયો

વિપુલજી પ્રહલાદજી ઠાકોર

પ્રહલાદજી મોહનજી ઠાકોર

દિવાનજી મોહનજી ઠાકોર

સંજયજી પ્રહલાદજી ઠાકોર

સવજીભાઇ મફાભાઇ રબારી

નિકુલ સવજીભાઇ રબારી

સવજીભાઇ મફાભાઇનો બીજો દિકરો

રાબરી કાળાભાઇ હસભાઇ

મહેશભાઇ કાળાભાઇ રબારી

મહેશભાઇ લેબાભાઇ રબારી

લાલાભાઇ કાળાભાઇ રબારી

કિરણભાઇ અમરતભાઇ રબારી

વિક્રમભાઇ સોમાભાઇ રબારી (તમામ રહે. પાલાવાસણા)