• Gujarati News
  • દિવાળીવેકેશન બાદ ગત સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં

દિવાળીવેકેશન બાદ ગત સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીવેકેશન બાદ ગત સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ એસટીનો પાસ મેળવવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સવારથી લાંબી લાઇનમાં ઉભા રહ્યા બાદ કલાકોની ફિલ્ડીંગના અંતે છેક સાંજે પાસ ભેગા થતાં વિદ્યાર્થીઓ, વાલીઓમાં કચવાટ પ્રસર્યો છે. ડેપો ખાતે વિદ્યાર્થીઓની લાગતી કતાર શિક્ષણની સુફીયાણી વાતોનો છેદ ઉડાવી રહી છે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં શહેરની સ્કૂલ, કોલેજમાં અભ્યાસ માટે આવતા બહારના વિદ્યાર્થીઓનો સવારથી શહેરના એસટી ડેપોમાં જમેલા જામે છે. એસ.ટીનો રાહત દરનો પાસ કઢાવવા માટે સવારથી લાંબી કતારો લાગે છે. કલાકો સુધી અહીં ઉભા રહ્યા બાદ છેવટે સાંજે વિદ્યાર્થીઓને પાસ મળે તો કેટલાકને બીજા દિવસનો ધક્કો પણ ખાવાનો વારો આવે છે. સંજોગોમાં વિદ્યાર્થીઓની સગવડ માટે પાસ માટે ચાર કાઉન્ટર શરૂ કરાયા છે પરંતુ ઓનલાઇન સર્વર ધીમું ચાલતું હોવાથી કામગીરી અટકતી હોવાનું એસટી કચેરી સુત્રો જણાવી રહ્યા છે.

એસ.ટી વિભાગના સુત્રોએ મામલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓના પાસ માટે શાળાઓને સુવિધા આપવામાં આવી છે. જેને પગલે વિદ્યાર્થીઓના પાસ માટે પણ કેવા પગલાં લઇ શકાય અંગે વિચારણા ચાલી રહી છે.