• Gujarati News
  • દારૂડિયા યુવક દ્વારા ઘર સળગાવવાનો પ્રયાસ

દારૂડિયા યુવક દ્વારા ઘર સળગાવવાનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચોટગામે શુક્રવારે રાત્રે દારૂના નશામાં આધેડે ત્રણ પુત્રીઓ સાથે પત્નીને ઘરમાંથી તગેડી મૂકી મકાન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહેસાણા તાલુકાના પાંચોટ ગામના એક મહોલ્લામાં રહેતા આધેડે શુક્રવારે રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અપશબ્દો બોલી ત્રણ પુત્રીઓ અને પત્નીને બહાર કાઢી મૂકી ગેસનું સિલિન્ડર ખોલીને ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંદરથી બંધ મકાનનો દરવાજો ખખડાવીને થાકેલી યુવતીએ રાત્રે 9.45 કલાકે 181 હેલ્પલાઇનમાં ફોન કરીને ઉપરોકત બનાવની જાણ કરતાં કાઉન્સિલર કોમલબેન પટેલ મહિલા પોલીસ સાથે ઉપરોકત સ્થળે પહોચતાં હાજર ત્રણે બહેનો રડી પડી હતી. પોલીસની મદદથી મકાનનો દરવાજો ખોલાવનાર કોમલબેને ગામના આગેવાનોને સાથે રાખી અધેડને સમજાવતાં મહિલા ત્રણ પુત્રીઓ સાથે મકાનમાં પ્રવેશી શકી હતી. અંગે કોમલબેને જણાવ્યું હતું કે, દારૂના નશામાં આધેડે તોફાન મચાવતાં તેમની પુત્રીએ માતાના વિરોધ વચ્ચે 181ની મદદ માંગી સમસ્યાનું સમાધાન શોધ્યું હતું.