• Gujarati News
  • જિલ્લાના 3.57 લાખ એપીએલ કાર્ડધારકોને ઘઉં, ચોખા નહીં મળે

જિલ્લાના 3.57 લાખ એપીએલ કાર્ડધારકોને ઘઉં, ચોખા નહીં મળે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાજિલ્લાના ગરીબી રેખાથી ઉપર એવા 3.57 લાખ એપીએલ રેશનકાર્ડ ધારકોને 1 એપ્રિલથી રેશનકાર્ડની દુકાનમાંથી મળવા પાત્ર ઘઉં-ચોખાનો જથ્થો મળતો બંધ થયો છે. પુરવઠા વિભાગે રેશનકાર્ડની દુકાનોમાં ઘઉં, ચોખાની પરમિટ ઇસ્યૂ કરી 1 એપ્રિલથી રેશનકાર્ડની દુકાનોને મળતો જથ્થો અટકાવી દેવાયો છે. જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા મુજબ રાજ્ય સરકારનો નિર્ણય કાયમી નથી, તેમાં ફેરફાર થઇ શકે છે.

રાજ્ય સરકારે કોઇ અગમ્ય કારણોસર એપીએલ રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર ઘઉં-ચોખાનો જથ્થો 1 એપ્રિલથી નહીં આપવાનો નિર્ણય લેતાં જિલ્લાના 3.57 લાખ એપીએલ કાર્ડધારકો દયનિય હાલતમાં મૂકાયા છે. પુરવઠા વિભાગના ચોક્કસ આંકડા જોઇએ તો દર મહિને એપીએલ કાર્ડ ધારકોને 1932 ક્વિંટલ ઘઉં અને 1275 ક્વિંટલ ચોખા ફાળવાતા હતા પરંતુ ચાલુ મહિને રેશનિંગના દુકાનદારોને પરમિટ ઇસ્યૂ નહીં થતાં જથ્થો ફળવાયો નથી.

પુરવઠો મળ્યો નથી : સંચાલક

મહેસાણાનાસોમનાથરોડ પર રેશનિંગની દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, દર મહિને મળતો એપીએલ કાર્ડ ધારકને અપાતો પુરવઠો પરમિટ ઇસ્યૂ નહીં થતાં મહિને મળ્યો નથી. રાજ્ય સરકારના નિર્ણયથી અજાણ ગ્રાહકો ઘઉં-ચોખા માટે ધક્કા ખાઇ રહ્યા છે.